________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૧૧ સંન્યાસ દીક્ષા પ્રતિબંધ નિબંધની તપાસ અર્થે નીમાયેલી સમિતિના સભ્યો ભેગ.
મુ. વડોદરા, હું નીચે સહી કરનાર પરીખ રીખવચંદ હેમચંદ જણાવવાની રજા લઉં છું કે વીસનગરવાળા મહાસુખભાઈ ચુનીલાલે આપની સમક્ષ જુબાની આપતા સગીર દીક્ષાના અનર્થોની એક યાદી આપી છે, જે જાહેર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઈ છે. તે ઉપરથી જણાય છે કે મારા ભાઈ તારાચંદ ઉંમર વરસ ૧૬ની અમદાવાદમાં થયેલી દીક્ષાને, અમને અને દીક્ષા આપનાર સાધુને હલકા પાડવા માટે મહાસુખભાઈએ ઘણીજ છેટી હકીકત સાથે જણાવ્યું છે, જે સંબંધમાં ખરી હકીકત નીચે મુજબ છે –
મારા ભાઈ તારાચંદે સંવત ૧૮૮૭ના આસો સુદ ૧૧ના રોજ અમદાવાદમાં બીરાજતા પરમપૂજ્ય આચાર્ય શ્રી સાગરાનંદસૂરિશ્વરજી પાસે દીક્ષા લીધી હતી. મારે ભાઈ દીક્ષા લીધા અગાઉ ચાર છ મહિનાથી મહારાજ સાહેબ પાસે દરરોજ ભણવા જતો હતો અને બચપણથી કુદરતી રીતે જ તેનામાં ધર્મના સંસ્કાર ઘણાજ સારા હતા. વળી તેનું મન ત્યાગમાર્ગ તરફ વિશેષ હતું, આ બધા અનુકુળ સંજોગો જોઈ અને તેની પણ ખૂબ ઈચ્છા થવાથી, અમારી સંમતિથી આચાર્ય મહારાજ પાસે અમોએ દીક્ષા અપાવી હતી. મારા ભાઈને કોઈ દીક્ષા અપાવવા અમદાવાદ ઉપાડી ગયું નહોતું કે અમારી કે તેની મરજી વિરૂદ્ધ આચાર્ય મહારાજે દીક્ષા આપી નથી. એજ તા. ૨૧-૭-૩૨.
લી. પરીખ રીખવચંદ હેમચંદ, સહી દા. પિતે
હાલ મુ. અમદાવાદ, ઘાંચીની પિળ. [ તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા ]
For Private and Personal Use Only