________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
જાળવવાને માત્ર જેટલી જરૂર હોય, તેટલી જ દરમીયાનગીરી કરવાને પુરતી કાળજી રાખવામાં આવે છે. વિધાન પબ્લીક પ્રોસીક્યુટર અને પિલીસ સુપ્રીટેન્ડેન્ટ, કે જેઓ પ્રોસીડીંગ નિહાળવા કોર્ટમાં હાજર થયા હતા, તેમની સમક્ષ જૈન સાધુઓના તરફથી હાજર થએલા વિદ્વાન એડવોકેટ સાથે સુધારેલા હુકમના શબ્દ સંબંધી કોર્ટે આ લક્ષ્યબિંદુ ધ્યાનમાં રમીને ચર્ચા ચલાવી છે. મને જણાવતાં ઘણી જ ખુશી ઉપજે છે કેસઘળા પક્ષકારોએ ઘણો જ વ્યાજબી અર્થ લઈ શોભાસ્પદ ઉત્સાહ બતાવ્યો છે, જેના પરિણામે સઘળા લાગતાવળગતાઓ તરફથી નવો હુકમ સંતોષકારક ગણાય છે. ઉપર જણાવ્યા મુજબ આ કૌટને મૂળ હેતુ જાહેર સુલેહને ભંગ અટકાવવાનો હોવાથી, જૈનોને દસ દિવસ અગાઉ ખબર આપવાની ફરજ પાડવામાં આવે છે. પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ કબૂલ કર્યું છે કેજે કાંઈ સાવચેતીના પગલાંની જરૂર જણાય, તે તેના બંદોબસ્ત માટે દસ દિવસ તેમને પુરતા થશે. તેથી કરીને મૂળ હુકમમાં સુધારો કરવામાં આવે છે અને સુધારેલો હુકમ આ સાથે જોડવામાં આવેલો છે. આજ તા. ૧૩ માહે જુલાઈ ૧૯૩૨ ના રોજ આપવામાં આવ્યું.
સહી (અંગ્રેજીમાં) સી. એસ. ત્રિવેદી
ફ. ક. મેજીસ્ટ્રેટ. (૧) આચાર્ય લબ્ધિવીજયજી, જૈન ધર્મના આચાર્ય, જૈનશાળા, ખંભાત. (૨) સાધ્વીજી ગુણશ્રીજી, જૈનધર્મના સાધ્વી, માણેકચોક, કન્યાશાળાઉપાશ્રય. (૩) ખંભાત શહેરમાં આવતાં અને મુલાકાત આપતા બીજા દરેક જૈન સાધુ અને સાધ્વીઓ.
કી. . કેડ. ૧૪૪ કલમ હેઠળ નજીકના ભવિષ્યમાં તમે સગીરને દીક્ષા આપવાના છે–એવું મારા જાણવામાં આવવાથી તેમજ પોલીસ રીપોર્ટ અને મારી સમક્ષ બીજા જે સાક્ષી રજુ કરવામાં આવ્યા છે તે ઉપરથી એમ માલુમ પડે છે કે જ્યાં સુધી ઉપર જણાવેલી વ્યક્તિઓ અને સામાન્યતઃ ખંભાત શહેરમાં રહેતાં બીજા જૈન સાધુ અને સાધ્વીઓ ઉપર ૧૬ વર્ષની અંદરનાને સ્ટેટને રીતસર ખબર આપ્યા સિવાય દીક્ષા આપવામાં હવે પછી પ્રતિબંધ ન મૂકવામાં આવે તો જાહેર સલામતીનો ભંગ તેમજ ઝગડો અને હુલ્લડ થવાનો સંભવ રહે છે.
For Private and Personal Use Only