SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવા માનવીઓ શું મહાપુરુષોના જીવનને ન્યાય આપી શકે ખરાં? સાંભળવા મુજબ જ્યારે ગાંધીજીની સીનેમા ઉતારવાની હતી ત્યારે નેહરૂજીએ પણ કહ્યું હતું કે-“ગાંધી બનકે કોન આયેગા ? ક્યા યે લેગ ગાંધી બનેગે ? હમકો યહ મંજુર નહિ હૈ તો જે ગાંધીજીનું આટલું મહત્ત્વ હોય તે આપણને જ આપણા તીર્થંકર પરમાત્માનું તથા મહાપુરૂષનું અને સાધુ ભગવંતેનું મહત્વ ન હોય કે જેથી ગમે તેવા માણસે તેમનું પાત્ર ભજવી શકે? જે પત્થરમાં મૂર્તિ કરવી હોય તે પત્થરમાં પણ ગ્યતા જોઈએ. જે એનામાં પણ ચગ્યતા ન હોય તો એની પણ મૂર્તિ ન બને. જે વસ્ત્રોમાં ભાત પાળવી હોય તે વસ્ત્રોમાં પણ ગ્યતા જોઈએ. નહિ તો ભાત સારી ન ઉઠે. જે પાણીમાં રાઈ રાંધવી હોય તે પાણીમાં પણ તે પ્રકારની યોગ્યતા જોઈએ નહિતે રસેઈ પણ સારી ન બને તો આ બધામાં પાત્રની ગ્યતા જોઈએ અને આ કાર્યમાં જ પાત્રની ગ્યતા જોવાની નહિ ? અને ગમે તે પાત્ર ચાલે ? ગમે તે ગમે તેનું પાત્ર ભજવી શકે ? જે સાધુવેષ માટે મર્યાદા છે કે જેને સ્વીકાર કર્યા પછી મરણાન્ત પણ ત્યાગ ન કરાય તેને ગમે તે માણસ ગમે તેટલા સમય માટે શું લઈ શકે ? અને જો આવી રીતે ચાલશે તો જૈનશાસનની મર્યાદા કયાં ટકશે. ? વળી તે દેવ દેવેન્દ્રોએ મનોરંજન માટે જે નૃત્ય નાટક કર્યાહતાં તેની શાસ્ત્રોમાં ક્યાંય પ્રશંસા નથી કરી પરંતુ જે નૃત્યનાટક ભગવંત સમક્ષ કર્યા હતાં તેની જ પ્રશંસા કરી છે અને તે પણ એમની ભગવંત-પ્રત્યેની ભકિત બતાવવા, કારણ કે તેમના હૃદયમાં જે ભકિતભાવ હતો તેને વ્યકત કરવા માટે તેમણે અનેક પ્રકારે ભગવંતની ભકિત કરી છતાં પણ તેમના હદયમાં જરા પણ સંતોષ ન હતો. તેમનાં હૃદયમાં હતું કે અમારી સર્વ શકિત સર્વ સામગ્રી પ્રભુ ભકિતમાં વપરાવી જોઈએ આ બધી સામગ્રીનો રાગને પિષવા માટે ઉપયોગ કરીને ઘણાં પાપ બાંધ્યા છેહવે એને ભગવંતની ભકિતમાં એવી રીતે ઉપયોગ કરીએ કે આ બધી ભેગ સામગ્રી છુટી જાય, એની મમતા મટી જાય એને ભગવંતના માર્ગે સંચરવા ગ્ય શુભ સંયોગો પ્રાપ્ત થાય માટે એમની શક્તિ સામગ્રીના અંગમાં રહેલ નૃત્ય નાટકને પણ તેમણે ત્યાં ઉપગ કર્યો તે કરતી વખતે તેમના હૃદયમાં કેવળ ભકિતભાવ અને સમપર્ણભાવ હતા. ૧૬ For Private and Personal Use Only
SR No.020386
Book TitleJain Dharm Ane Natak
Original Sutra AuthorN/A
AuthorKirtiyashvijay
PublisherNavinchandra Khimji Mota
Publication Year
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy