SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દાવડનું હંસલેશ્વર તળાવ, વડાલીનાં સામલેશ્વર અને લખેરા તળાવા, શામળાજીનું કરામ્બુજ તળાવ વગેરે હજી પણુ સારી સ્થિતિમાં સચવાઇ રહેલાં છે અને તેમાં કે પાણી સુધી પહોંચતાં પગથિયાં અને વાઢ આંધેલાં છે. શામળાજી અને ઇડરના કાટા તળાવ વગેરેમાં ઈંટાનેા પણ ઉપયાગ થએલા છે. બાબસરનું તળાવ અને પ્રતાપસાગર એ સંસ્થાનનાં બીજાં નૈસગિક તળાવા છે. પુરાતન સમયનાં આ સિવાયનાં બીજાં ઘણાં જૂનાં તળાવ તેમની પાળા તૂટી જવાથી આજે વપરાશ વિનાનાં પડયાં છે. તેમના ઉપયેાગ ખેતીની જમીન તરીકે થવા લાગ્યા છે. પાળિયા ‘પાળિયા’ તરીકે જાણીતાં, જનસમાજનાં ઢાર અથવા મિલકત ખચાવતાં મૃત્યુવશ થએલા વીર યેદ્દાઓનાં સ્મારકચિહ્નો ધણા ગામના ગેાંદરે જોવામાં આવે છે. ચિત્ આવા સ્તંભેા નૈસર્ગિક ભરણુ પામેલા ગામના રાજાની મૃત્યુસમાધિનાં સ્મારકચિહ્ન તરીકે પણ વપરાએલા છે. મૃત્યુવશ થએલા વીરની મૂર્તિ ધાડા ઉપર બેઠેલી અથવા ઊભેલી હાથમાં ધનુષ્ય, બાણુ, ખડ્ગ અને ભાલાં આદિ શસ્ત્રસંજીત આમાં આલેખવામાં આવેલી હોય છે. (પ્લેટ ૨૦, નં. ૪૩ એ). કવચિત્ જો મૃત વીરની પત્ની સતી થએલી હેાય તે તેની મૂર્તિ પણ સાથે આલેખેલી હોય છે. કવચિત્ આવા પત્થરે કાઇ મંદિરને અપાએલી જમીન અથવા હકસાઈના શિલાલેખા ધારણ કરતા સ્મારકા તરીકે પણ બાંધવામાં આવે છે. આવા શિલાલેખામાં દાનના ઉલ્લેખ અને દાતાના ગુણુગૌરવનાં વર્ણન ઉપરાંત દાન પાછું લઈ લેનાર ઉપર શાપ આપેલ હાય છે. ૩૩ For Private and Personal Use Only
SR No.020381
Book TitleIdar Samsthanna Ketlak Puratan Avshesho
Original Sutra AuthorN/A
AuthorPandharinath A Inamdar
PublisherDepartment of Archeology
Publication Year1937
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy