SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુ લગ્ન સંસ્થા ૪૫૫ ગેરસમજ થશે. શિક્ષણ એટલે માપદને આવશ્યક એવા ગુણો સર્જવા એવો પણ અર્થ થતો નથી. શિક્ષણ એટલે શિક્ષણ અથવા બહુ તે વાડમય–સાહિત્યકાલપનિક કિલ્લાઓ રચવા માટે નિર્મિત થએલું લલિત વાડમય ! આ સુધારના મુદ્દાઓને પૂર્ણ વિચાર કરવા પહેલાં પાશ્ચાત્ય પંડિત વિષે કંઈક સૂચના આપવી આવશ્યક છે. પાશ્ચાત્ય પંડિતાએ એકત્ર કરેલી માહિતી જરૂર લેવી. પરંતુ તેમણે કાઢેલાં અનુમાન લેવાં નહિ, કારણ કે પોતે જ એકત્રિત કરેલી માહિતી ઉપરથી જે કંઈ સમાજ વિષયક સિદ્ધાન્ત પ્રતીત થાય છે, તે છડેએક માંડવાની હિંમત તેમનામાં ઘણી વખત નથી હતી. અમે પાછળ લીઓનાર્ડ ડાવિને જાતિ વિષયક સિદ્ધાન્તામાં કેવી બાંધછોડ કરી છે તે કહ્યું જ છે. હજુ એક બે ઉદાહરણે લઈ અમે અમારું કહેવું સ્પષ્ટ કરીશું. પ્રથમ ચારે ખંડમાં કીર્તિ પામેલા લેખક હેવલોક એલીસનું જ ઉદાહરણ લઈએ. બાળપણમાં માતૃપદ પ્રાપ્ત થાય તે તે માતા, બાળક અને સમાજ-એમ ત્રણે અંગેની દષ્ટિએ તે કેટલું હિતકારક છે એને પદ્ધતિસર વિચાર કર્યા પછી તે કહે છે કે, “આ પ્રકારની પ્રજોત્પાદનની વ્યવસ્થા અપવાદાત્મક થશે. કારણ કે ઘણી સ્ત્રીઓને તે સગવડ ભરેલી થશે નહિ.” “Such an arrangement of procreative life would obviously be a variation, and would probably be unsuited for the majority. Every case must be judged on its own merits.” Studies in the Psychology of Sex-No. VI page 637 -Havelock Ellis. આ એક બે વાક્યથી જ આ ગૃહસ્થના મનનું બંધારણ કેવું છે તે પ્રતીત થાય છે. અમે પાછળ કહ્યું છે કે સમાજ તરફ જોવાની For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy