SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ree હિંદુઓનું સમાજરચનાશામાં તે અત્યંત મદ્ર ગતિથી અને નહિ જેવી (stending to zero) થતી હશે. આ પ્રતિ બહુ જ ધીમે ધીમે થતી હાવાથી અધીરા માણસથી કઇ એટલા વખત થે।ભી શકાતુ નથી પરંતુ ખીજા પ્રકારની પ્રગતિ માત્ર ગમે તેટલી ઝડપથી થઈ શકે છે. જપાને એક એ પેઢીએમાં જ યુરોપની સ’સ્કૃતિનુ અનુકરણ કરી બતાવ્યું. હિંદુસ્તાનમાં સુધરેલા વર્ગ પણ યુરોપીઅન સંસ્કૃતિના રાગરગ એળખ્યા, પરંતુ સર્વાં પૃથ્વીપરના રાષ્ટ્રમાંથી એકલા હિંદુસ્તાને, એ એક જ પરતંત્ર રાષ્ટ્ર પાશ્ચાત્ય સંસ્કૃતિના હિતકારકત્વ વિષે સશય પ્રદર્શિત કર્યો છે. અને તેવા પ્રકારની શકા ઉત્પન્ન કરવા માટે તેની પાસે જબરદસ્ત કારણો પણ છે. પહેલા પ્રકારની પ્રગતિ શુક્ર બિંદુના ગુણધર્મમાં ધીમે ધીમે ચુંટણી થવાથી થાય છે. બીજા પ્રકારની પ્રગતિનું કારણુ મનુષ્યની બાહ્ય સમાજરચના છે. પહેલા પ્રકારની પ્રગતિને હેતુ મનુષ્યપ્રાણીની કતૃત્વશકિત વધારવાના છે ત્યારે બીજા પ્રકારની પ્રગતિના હેતુ મનુષ્યપ્રાણીના સામાજિક રીતિરવાજોમાં થેાડા ઘણા સુધારા કરવાને છે. સંસ્કૃતિને જો એક ભવ્ય મકાન માનીએ તે પહેલા પ્રકારની પદ્ધતિ ઉત્તમ માલમસાલે (Building material) ભેગા કરવા ઇચ્છશે. જ્યારે ખીજા પ્રકારની પદ્ધતિ તે મકાનને ઉપરથી ર'ગ કેવા પ્રકારના લગાડવા. ચિત્રો કેવાં હાડવાં વગેરે બાહ્ય વસ્તુએ વિચાર કરશે. બાહ્ય દેખાવ ન હેાય તેા પણ મકાન મજબુત બની શકે અને માલ સારા ન હેાય તેા પુણ્ મકાન મેહુક બની શકે. પરંતુ મુશ્કેલીમાં સપડાએલા પ્રવાસી મકાનનુ મેકત્વ જોતા બેસશે નહિ. કાઇ વિચારી પુરૂષ ચંચલ મેહકપણા કરતાં ચૈ તરફજ વધુ લક્ષ આપશે. કાઇ પણ મનુષ્ય ઉનાળામાં ચેતરફ ઉડનારી ૧ માખી જેવી પેાતાની સસ્કૃતિ ચંચલ હાવી જોઇએ એમ કદીએ કહેશે નહિ. t Reflections on the Revolution in Franco-Burko. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy