SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડે તેમ છે. ગુજરાતી સાહિત્યને સર્વમુખ સમૃદ્ધ બનાવવા આ લેખકના પુસ્તકને નાનો ફાળો પણ થશે. ભલે હું લેખકના એકે એક મતથી મળતા ન હોઉં. પરંતુ જે ભાવથી અને હિંદુઓની સમાજવ્યવસ્થાના જે ઉંડા અભ્યાસથી એ પુસ્તક લખાયું છે, તે પરથી લેખકની પ્રશંસા કર્યા વિના રહી શકાતું નથી. હિંદુ સમાજશાસ્ત્રનાં મૂળ તો એમણે તર્કશુદ્ધ અને સુગમ પદ્ધતિથી માંડી બતાવ્યાં છે, તે જોઈ કાઈ પણ વાંચકને આનંદ થયા વિના નહિ રહે. જો કે સુધારકેના આધુનિક મતે–અશાસ્ત્રીય અને અસિદ્ધ મતા–પુષ્કળ પ્રસાર પામ્યા છે, જ્યારે પ્રાચીન આર્યોના મતો હડધુત થતા ગયા છે, અને એમનું દૃષ્ટિબિંદુ સમજવાની પણ ઔદાર્ય વૃત્તિ આપણામાં દેખાઈ નથી એ સત્ય છે છતાં, એટલું તો ચોક્કસ કે એ જ ઔદાર્યવૃત્તિ રાખીને ગમે તે વિરોધી સાહિત્યને અભ્યાસ તે કરવો જોઈએ. લેખકના મત સાથે વાચકવર્ગ ભલે સમરસ ન થાય પરંતુ જે શાસ્ત્રીય પદ્ધતિથી એ મતનું વિવેચન કરવામાં આવ્યું છે, તે વિચારવા જેવાં તે છે જ, અને એ મતનું ખંડન કરવા માટે વિસ્તૃત વાંચન અને મનન કરવાની આવશ્યકતા, જણાશે. જે કોઈ તેટલું વાંચન કરવાના પ્રયત્નો કરશે તે પણ હું મારે શ્રમ સફળ થય સમજીશ. લેખક પાસે સ્થલ મર્યાદા હેવાથી, પુસ્તકમાં ઘણી વસ્તુઓનો માત્ર નામનિર્દેશ કરી છોડી દેવામાં આવી છે. પરંતુ તેમને સંપૂર્ણ બચાવ કરવા માટે તેઓ સમર્થ છે. જ્યારે જ્યારે એમની વિચારસરણી વિષે પ્રશ્નો ઉપસ્થિત થશે, ત્યારે યથામતિ તેને તેલ કાહવાને પ્રયત્ન કરીશ. વળી પુસ્તક જનસમુદાય માટે હોવાથી અઘરાં ગણિતે ઉપલબ્ધ હોવા છતાં લેવામાં આવ્યાં નથી. જરૂર પડશે તે તે ગ્ય સ્થળે અને સમયે વાંચકવર્ગ સમક્ષ મૂકી શકાશે. આખા પુસ્તકની પાશ્વભૂમિકા વેદાંત છે તે ચતુર વાંચક તુરત જ સમજી જશે. જ્યારે લેખક પ્રગતિની કલ્પના પર પ્રહાર કરે છે, સનાતન ધર્મનું વિવેચન કરે છે અને અચલ અને અટલ નિયમમાં For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy