________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય આઝમો.
કંઠે શેષ પડેછે; તેના શરીરના રંગ પીળા થઇ જાયછે. એવાં લક્ષણાથી પિત્તપાંડુ ઓળખવે.
કપાંડુનાં લક્ષણ,
तन्द्रा च शोफः कफकासयुक्त आलस्यप्रस्वेदगुरुत्वमेवम् । संजायते तस्य कफात्मकोऽसौ नरस्य पाण्डुत्वभवो विकारः ॥
કથી થયેલા પાંડુરોગમાં ધેન, સોજો, કથી થયેલી ખાંસી, આળસ, પરસેવા, શરીરનું ભારેપણું, એવાં ચિન્હ થાયછે. એવાં ચિન્હ ઉપરથી મનુષ્યને થયેલાં પાંડુરોગના વિકાર કથી થયો છે એમ જાણવું.
ત્રિદેાષપાંડુનાં લક્ષણ,
तन्द्रालस्यं श्वयथुवमधू का सहल्लासशोषा विभेदालस्यं परुषनयने सज्वरो वै क्षुधार्तः । मोहस्तृष्णाक्कममथ नरस्याशु पश्येत्सुदूरं त्याज्यो वैद्यैर्निपुणमतिभिः सान्निपातोत्थपाण्डुः ॥
૪૦૩
ત્રણે દોષ કાપવાથી થમેલા પાંડુરોગમાં રોગીને ચેન, આળસ, સાજો, ઉલટી, ખાંસી, છાતીમાં પીડા, શેષ, ઝાડા નરમ થવા, આળસ, આંખ્યા કરકરી થવી, તાવ આવા, અને અતિ ભૂખથી પીડા પામવી એવાં ચિન્હ થાયછે. વળી તે રાગીને માહ, તરસ અને થાક ઉપજે છે. વળી ઘણી દૂરની વસ્તુ તે રાગીના જોવામાં એકાએક આવે છે. એવા પાંડુરોગને સન્નિપાતથી ઉપજેલા પાંડુ કહેછે. નિપુણ બુદ્ધિવાળા વૈદ્યોએ એ પાંડુરોગને તજી દેવા. અર્થાત્ એ રોગ અસાધ્ય છે એમ જાણીને તેની ચિકિત્સા કરવી નહિ.
માટી ખાવાથી થયેલા પાંડુનાં લક્ષણ
मृत्तिका भक्षणेनाथ शृणु पुत्र ! गदो महान । पाण्डुरोगो गरिष्ठोऽपि भवेद्धातुक्षयङ्करः ॥
For Private and Personal Use Only