________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન શ્રી મહાવીરસ્વામીના પ્રથમ શિષ્યરત્ન
ગણધર શ્રી ગીતમસ્વામીના જીવનની ટ્રંક નોંધ
૨૪૮૦ વર્ષ વીત્યાં હશે એ વાતને. જ્યારે એક તરફ રાજગૃહી નગરી લક્ષ્મીની છેળા ઉડાડતી વૈભવના ઘેનમાં મસ્ત હતી ત્યારે બીજી તરફ આવેલું શેખર નામનું ગામ પેાતાની સાદાઇ, સ્વચ્છતા અને સંસ્કારની ધૂન જગાવી રહ્યું હતું. જાણે એને લક્ષ્મીની કંઈ જ પડી ન હોય એમ એના આંગણે સરસ્વતીના સેકડો ઉપાસકારાત દહાડો વિદ્યાભ્યાસમાં નિમગ્ન બની બેઠા હતા,
ગૌતમગોત્રીય વિપ્રભુલીન વસુભૂતિના ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિ નામના ત્રણે પુત્રા એ ગામના આત્મા હતા. વ્યાકરણ, ન્યાય સાહિત્ય, વઢવેઢાંત આદિ ચોદે વિદ્યાની શાખામાં ધુરંધર વિદ્વાના તરીકે તે પંકાતા હતા. એમના જ્ઞાનમય વાતાવરણની સુવાસથી વિદ્યાભ્યાસ કરવાને દૂર દૂરથી વિદ્યાથી એ આવતા. એ સમયે વિદ્યા વેચાતી નહિ. વિદ્યાધનાઢય એ ત્રણે જણા પેાતાનું જ્ઞાનધન છૂટે હાથે દેતા. એ જ્ઞાનપરબમાં અનેક વિદ્યાથી એ આત્મશાંતિ મેળવતા. પાંચસો-પાંચસે શિષ્યોના પરિવારને રાતદહાડા એ ત્રણે વિદ્યાભ્યાસ કરાવતા અને શિષ્યા પાતાના ગુરુને સેવાથી સંતાષ આપતા. વિદ્યાના મૂળ વિનય બીજનું ત્યાં આપણ થતું અને સમય જતાં એ એક મહાવૃક્ષનું રૂપ ધારણ કરતું. ગુરુની વિદ્યા સદાકાળ ફળ્યા કરતી.
બીજા વિદ્વાનો સાથેના શાસ્ત્ર માં ત્રણે ભાઈ એ અપ્રતિમ ચંદ્ધાની માક વિજ્ય મેળવતા. એ વિજયના ચૈનથી વિદ્યાની એમનામાં ખુમારી આવી હતી. કેટલીક
For Private And Personal Use Only