SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનાએ ધ પહે અને જઈને તેણે તસ્કરમ`ડળીથી સ્નેહસબંધ જોડયો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામનેા પરાક્રમી જાણીને પુત્ર કરીને સ્થાપ્યા. એ વિપ્રપુત્ર દુષ્ટદમન કરવામાં દ્રઢપ્રહારી જણાયા. એ ઉપરથી એનું ઉપનામ દ્રઢપ્રહારી કરીને સ્થાપ્યું. તે દ્રઢપ્રહારી તસ્કરમાં અગ્રેસર થયેા. નગર ગ્રામ ભાંગવામાં અલવત્તર છાતીવાળા ઢો. તેણે ઘણા પ્રાણીઓના પ્રાણ લીધા. એક વેળા પેાતાના સંગતિસમુદાયને લઈને તેણે એક મહા નગર લૂટયું. દ્રઢબહારી એક વિપ્રને ઘેર બેઠા હતા. તે વિપ્રને ત્યાં ઘણા પ્રેમભાવથી ક્ષીરભાજન કર્યું હતું. તે ક્ષીરભાજનનાં ભાજનને તે વિપ્રનાં મનેારથી માળકડાં વિટાઈ વળ્યાં હતાં. દ્રઢપ્રહારી તે ભાજનને અડકવા મડયો, એટલે બ્રાહ્મણીએ કહ્યું, એ મૂખના મહારાજા! અભડાવ કાં ? અમારે પછી કામ નહીં આવે, એટલું પણ તું સમજતેા નથી ?’ દ્રઢપ્રહારીને આ વચનથી પ્રચંડ ક્રોધ વ્યાપ્યા અને તેણે તે દીન સ્ત્રીને કાળધમ પમાડી. નહાતા નહાતા બ્રાહ્મણ સહાયતાએ ધાયે, તેને પણ તેણે પરભવ પ્રાપ્ત કર્યાં. એટલામાં ઘરમાંથી ગાય દોડતી આવી, અને તેણે શીંગડે કરી દ્રઢપ્રહારીને મારવા માંડયો; તે મહા દુષ્ટે તેને પણ કાળને સ્વાધીન કરી. એ ગાયના પેટમાંથી એક વાછરડુ નીકળી પડયું; તેને તરફડતું દેખી દ્રઢપ્રહારીના મનમાં બહુ બહુ પશ્ચાત્તાપ થયેા. મને ધિક્કાર છે કે મેં મહા અઘાર હિંસાએ કરી ! મારી એ મહાપાપથી કારે છૂટકા થશે? ખરે! આત્મસાક સાધવામાં જ શ્રેય છે ! એવી ઉત્તમ ભાવનાએ તેણે ૫ંચમુષ્ટિ કેશલુંચન કર્યું. For Private And Personal Use Only
SR No.020098
Book TitleBhavna Bodh Mokshmala
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1964
Total Pages261
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy