SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષમાળા ૧૮૫ થઈ સમભાવથી જનસમુદાયના હિત ભણી વળવું. પરેપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ગથતા વિષે તો વિશેષ કહેવારૂપ જ નથી. મુક્તાત્મા તે અનંત સુખમય જ છે. શિક્ષા પાઠ ૬૭. અમૂલ્ય તત્ત્વવિચાર:-- ( હરિગીત છંદ ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળે, તોયે અરે! ભવચકનો આટો નહિ એકે ટ; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહ રાચી રહે ? ૧ લક્ષમી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એને વિચાર નહીં અહોહો! એક પળ તમને હવે !!! ૨ નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ, જે ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મુંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતુ દુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪ For Private And Personal Use Only
SR No.020098
Book TitleBhavna Bodh Mokshmala
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1964
Total Pages261
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy