SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ મેક્ષમાળા એવું છે કે, “અજાતવ્ય.' ત્યારે નારદ બે અજ તે શું પર્વત?” પવતે કહ્યું. “અજ તે બેકડે.” નારદ બે “આપણે ત્રણે જણ તારા પિતા કને ભણતા હતા ત્યારે તારા પિતાએ તે “અજીતે ત્રણ વર્ષની “વ્રીહિ” કહી છે; અને તું અવળું શા માટે કહે છે? એમ પરસ્પર વચનવિવાદ વચ્ચે. ત્યારે પર્વતે કહ્યું: “આપણને વસુરાજા કહે તે ખરું.” એ વાતની નારદે પણ હા કહી અને તે તેને માટે અમુક શરત કરી. પર્વતની મા જે પાસે બેઠી હતી તેણે આ સાંભળ્યું. અજ” એટલે “વ્રીહિ' એમ તેને પણ યાદ હતું. શરતમાં પિતાને પુત્ર હારશે એવા ભયથી પર્વતની મા રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું; “રાજા! “જિ” એટલે શું?”, વસુરાજાએ સંબંધપૂર્વક કહ્યું “અજ” એટલે “વ્રીહિ.” ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું: “મારા પુત્રથી “બેકડે” કહેવાય છે માટે તેને પક્ષ કરવો પડશે; તમને પૂછવા માટે તેઓ આવશે.” વસુરાજા બેઃ હું અસત્ય કેમ કહું? મારાથી એ બની શકે નહીં.” પર્વતની માએ કહ્યું: “પણ જો તમે મારા પુત્રને પક્ષ નહીં કરે તે તમને હું હત્યા આપીશ.” રાજા વિચારમાં પડી ગયે કે, સત્યવડે કરીને હું મણિમય સિંહાસન પર અદ્ધર બેસું છું. લેક સમુદાયને ન્યાય આપું છું. લેક પણ એમ જાણે છે કે, રાજા સત્યગુણે કરીને સિંહાસન પર અંતરિક્ષ બેસે છે; હવે કેમ કરવું? જે પર્વતને પક્ષ ન કરું તે બ્રાહ્મણી મરે છેએ વળી મારા ગુરુની સ્ત્રી છે. ન ચાલતાં છેવટે રાજાએ બ્રાહ્મણને કહ્યું: “તમે ભલે જાઓ. હું પર્વત પક્ષ કરીશ” આ નિશ્ચય કરાવીને પર્વતની મા For Private And Personal Use Only
SR No.020098
Book TitleBhavna Bodh Mokshmala
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1964
Total Pages261
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy