SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદ્રવો, ઉપસર્ગો થાય, કોઈ તેમને સન્માન આપે કે અપમાન કરે પણ પૂર્ણ સમભાવે હર્ષ પૂર્વક સહન કરે છે, અને એ દ્વારા નવા કર્મોને આવતાં રોકે છે અને પુરાણો કર્મને ખંખેરતા જાય છે તેમ જ આત્મિક જ્ઞાનની જ્યોતિને પ્રજ્વલિત કરતા જાય છે. કેવલજ્ઞાન-ત્રિકાલજ્ઞાન-ના પ્રકાશ આડા આવરણોને હઠાવતા જાય છે. તેમજ એમની સાધનાનો વેગ પ્રચંડ બનતો જાય છે. આમ કરતાં સાડાબાર વરસ થયાં, આત્મા ઘણી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યો છે. વિશ્વનાં પ્રાણીમાત્ર સાથે અભેદભાવ જેના હૈયામાં ઉત્પન્ન થયો છે હું તેનો ભેદભાવ સર્વથા વિલીન થઈ ગયો છે. હુંમાં તું ને તેમાં હું જ જેઓ જોઈ રહ્યા છે. આત્મા અહિંસક ભાવની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. હું તું (તે) સર્વનામોનું સ્થાન ગયું. સમગ્ર જગતને આત્મૌપમ્ય દષ્ટિએ જુએ છે. મોટાભાગના જોરદાર કર્મશત્રુઓને મહાત કરી નાંખ્યા છે. આત્માને તાવી તાવીને શુદ્ધ કંચન જેવો બનાવી દીધો છે. એવા પ્રસંગે પોતાના જ્ઞાન પ્રકાશના મહાન પૂંજને રોકનારા ઘાતી કર્મના દરવાજા ઝડપથી ખુલી જાય છે, આવરણના પડદાઓ હટી જાય છે અને ભગવાનને કેવલજ્ઞાન પ્રગટ થઈ જાય છે. આ જ્ઞાન સૈકાલિકજ્ઞાન છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનાં દ્રવ્યો અને પર્યાયોને જોવા અને જાણવાની શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે અને અખિલ વિશ્વની પરિસ્થિતિનો સાચો તાગ તેમને મલી જાય છે. વિશ્વના સત્ -અસત્ પદાર્થોને, તેને ભાવોને જુએ છે. હેય શું છે! ઉપાદેય શું છેતે જુએ છે. સંપૂર્ણ, શાશ્વત અને નિર્ભેળ સુખ શું? તે ક્યાં છે, તે મેળવવાનો માર્ગ કયો? અને પારાવાર દુઃખો ભોગવવાં શાથી પડે છે વગેરે બાબત તે જોતા અને જાણતા થયા એટલે ભગવાન કેવલી થયા અને અસંખ્ય ઇન્દ્ર, દેવો, મનુષ્યો આદિથી પૂજાતા થયા. પછી સમોસરણમાં બેસીને ૩૦ વર્ષ સુધી ધર્મદશના-પ્રવચન આપ્યાં. હજારો-લાખો માણસોએ એ પ્રવચનો | 17 %%%%%%%%%%% %%% %%%%% For Private And Personal Use Only
SR No.020097
Book TitleBhagawan Mahavir
Original Sutra AuthorN/A
AuthorRajendra M Shah
PublisherRajendra M Shah
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy