________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમી કરમીયા કીડા, ગાડર ગંડોલા ઇયળ પોરા અળશીયાએ, વાળા જળો ચુડેલ, વિચલિત રસ તણા, વળી અથાણાં પ્રમુખનાએ. ૮ એમ બેઇન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ, ઉઘેહી જુ લીખ, માંકડ મંકોડા, ચાચંડ કીડી કુંથુઆએ. ૯ ગàહિઆ ધીમેલ, કાનખજુરડાં, ગીંગોડા ધનેરીયાએ, એમ તેઇન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૦ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કોલિયાવડાએ, ઢીંકણ વિછું તીડ, ભમરા ભમરીઓ, કોતાં બગ ખડમાંકડીએ ૧૧ એમ ચઉન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ, જળમાં નાખી જાળ, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીયાએ. ૧૨ પીડડ્યા પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ઘાલ્યા પાંજરે એ, એમ પંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૩
ઢિાળ ત્રીજી ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય, ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે, જિનજી, મિચ્છામિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે જિનાજી, દેઇ સારૂં કાજરે, જિનજી મિચ્છામિ દુક્કડ આજ. જિનજી. ૧ દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટપણેજી, ઘણું વિડંળ્યો દેહ રે. જિનજી. ૨ પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી રે આશ, જે જીહાંની તે તિહાં રહી છે, કોઈ ન આવે સાથ રે. જિનજી. ૩ રચણીભોજન જે કર્યાજી, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી
For Private And Personal Use Only