SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૦ ---- -- (૧૮૬ સામાયિક લાભની સઝાયો (રાગ-એક દિન પુંડરીક) કર પડિક્કમણું ભાવશું, દોચ ઘડી શુભ ધ્યાન લાલ રે; પરભવ જાતાં જીવને, સંબળ સાચું જાણ લાલ રે. કર૦ ૧ શ્રી મુખ વીર ઇમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રતે જાણ લાલ રે; લાખ ખાંડી સોના તણી; દીચે દિન પ્રત્યે દાન લાલ રે. કર૦ ૨ લાખ વર્ષ લગે ને વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલ રે; એક સામાયિકને તોલે, નાવે તેહ લગાર લાલ રે. કર૦ ૩ સામાયિક ચઉવીસ–ો ભલું, વંદન દોર દોય વાર લાલ રે; વ્રત સંભારો રે આપણા, તે ભવ કર્મ નિવાર લાલ રે. કર૦ ૪ કર કાઉસગ્ગ શુભ ધ્યાનથી, પચ્ચકખાણ સુધુ વિચાર લાલ રે; દોય સક્ઝાયે તે વળી, ટાળો ટાળો અતિચાર લાલ રે. કર૦ ૫ શ્રી સામાજિક પ્રસાદથી, લહીયે અમર વિમાન લાલ રે; ધર્મસિંહ મુનિ એમ ભણે, એ છે મુક્તિ નિદાન લાલ રે કર૦ ૬ ૧૮૭ શ્રી નમસ્કાર મહામંત્રની સઝાયો (રાગ - ગરષભ જિનરાજ મુજ...) સમર જીવ એક નવકાર નિજ હેજ શું, અવર કાં આળ-પંપાળ દાખે; વર્ણ અડસઠ નવકારના નવ પદ, સંપદા આઠ અરિહંત ભાખે. ૧ આદિ અક્ષર નવકારના સ્મરણથી, સાત સાગર ટળી જાય દૂરા; એક પદ ઉચ્ચરે દુરિત દુઃખડા હરે, સાગર આયુ પચાશ પૂરા. ૨ સર્વ પદ ઉચ્ચરતા પાંચશે સાગરા, સહસ ચોપન નવકારવાળી; સ્નેહે મન સંવરી હર્ષભરી હેજ ધરી, લાખ નવ જાપથી કુગતિ ટાળી. ૩ લાખ એક જાપ જિન પૂજી પૂરા જપે, પદવી પામે અરિહંત કેરી, અશોક તરૂવર તળે બાર પર્ષદા મળે, ગડગડે દુંદુભિ ના ભેરી. ૪ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy