SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈવિધ્યસભર સજઝાય ( ૧૮૧ સુખીયાની સઝાય (રાગ તે મુનિવંદો તે મુનિ વંદો) તે સુખીયા ભાઈ તે સુખીયા, જે પર દુઃખે દુઃખીયાજી; પરસુખ દેખી જે સંતોષીયા, જેને જિનધર્મ ઓળખીયાજી. ૧ જ્ઞાનાદિક બહુ ગુણના દરિયા, ઉપશમ રસજળ ભરીયાજી; જે પાળે નિત સુધી કિરીચા, ભવસાગર તે તરીયાજી. ૨ દાન તણે રંગે જે રાતા, શીલગુણે કરી માતા રે; સવિ જગજીવને દિએ જે શાતા, પર વનિતાના ભ્રાતા રે. ૩ જેણે છાંડ્યા ઘરના ધંધા, જે પરધન લેવા અંધા રે; જે નવિ બોલે બોલ નિબંધા, તપ તપવે જે જોદ્ધા રે. ૪ પરમેશ્વર આગળ જે સાચા, જે પાળે સુધી વાચાજી, ધર્મકામે કબહી નહી પાછા, જિનગુણ ગાવે ાચા રે. ૫ પાપ તણાં દુષણ સવિ ટાળે, નિજ વ્રત નિત સંભાળજી; કામ ક્રોધ વૈરીને ગાળે, તે આતમકુળ અજવાળજી. ૬ નિશદિન ઇર્યાસમિતિએ ચાલે, નારી અંગ ન ભાળે જી; શુક્લધ્યાન માંહે જે હાલે, તપ તપી કર્મ ગાળે જી. ૭ જે નવિ બોલે પરની નિંદા, જે અમીરસ ફંદાજી; જેણે ત્રોડ્યા ભવના ફંદા, તસ દેખત પરમ આનંદાજી. ૮ જે પૂજે ભાવે જિન અંદા, સૌમ્ય ગુણે જિમ ચંદાજી; ધર્મો ધીર ગુરુ ચિરનંદા, નય કહે હું તસ બંદાજી. ૯ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy