SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છાંડી ધન-કણ-કંચન-ગેહ, થઈ નિઃસ્નેહી નિરિહ રે; ખેળ સમાણો જાણી દેહ, નવિ પોર્ષ પાપે જેહ રે. તે ૬ દોષ રહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે; લેતો દેહનું સુખ નવિ કામે, જાગતો આઠે જામે રે. તે છે રસના રસ રસીયો નવિ લાવે, નિર્લોભી નિર્માય રે; સહ પરિષહ સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાયા રે તે ૮ રાતે કાઉસ્સગ્ન કરી સ્મશાને, જે તિહાં પરિષહ જાણે રે, તો નવિ ચૂકે તે હવે ટાણે, ભય મનમાં નવિ આણે રે. તે ૯ કોઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબોધ રે; કર્મ આઠ ઝીપવા જોદ્ધ, કરતો સંયમ શોધ રે. તે ૧૦ દશવૈકાલિક દશમાઅધ્યયને, એમ ભાખ્યો આચાર રે; તે ગુરુ લાભવિજયથી પામે,વૃદ્ધિવિજય જયકાર રે. તે ૧૧ (૧૦૯ શ્રી મુનિચંદનની સક્ઝાય. (રાગ-તીરથની આશાતના નવિ કરીએ) શ્રી મુનિરાજને વંદના નિત કરીએ, હાંરે તપસી મુનિવર અનુસરિયે; હાંરે ભવસાગર સહેજે તરીચે, હાંરે જેનો ધન્ય અવતાર શ્રી મનિ.૧ નિંદક પૂજક ઉપરે સમભાવે, હાંરે પૂજક પર રાગ ન આવે; હાંરે નિંદક પર દ્વેષ ન લાવે, હાંરે તેહથી વીતરાગ શ્રી મુનિ..૨ સંજમધર બદષિરાજી મહાભાગી, હાંરે જેની સંજમે શુભમતિ જાગી; હાંરે થયા કંચન કામિની ત્યાગી, હાંરે કરવા ભવ તાગ શ્રી મુનિ.૩ તીન ચોકડી ટાળીને વ્રત ધરીયા, હાંરે જાણું સંજમ રસના દરિયા; હાંરે અજુવાળ્યા છે આપણા પરીયા, હાંરે ધન્ય ધન્ય દષિરાજ શ્રી મુનિ..૪ ચરણ કરણની સિત્તરી દોચ પાળે, હાંરે વળી જિન શાશન અજુઆળે; | હાંરે મુનિ દોષ બેતાલીશ ટાળે, હાંરે લેતા શુદ્ધ આહાર, શ્રી મુનિ..૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy