________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેટાબેટી પરણાવતા રે, હરખે ખરચે હજાર; ધર્મઠામે લેખ ગણે રે, કરે તે વીસ વિચાર રે. પ્રાણી ૫ ભુજીને ભુંઈ વાવીયે રે, ઉખર ક્ષેત્ર બીજ. સિદ્ધક્ષેત્રે હોય સોગણું રે, અધિક હોયે રસ રીઝ રે. પ્રાણી૬ શાલિભદ્ર સુખ ભોગવે રે, દેતાં દાન પસાય; શ્રેણીક સરીખો રાજી રે, જોવા આવ્યો ઉલ્લાસ રે. પ્રાણી છે મૂરખનાર જાણે નહીં રે, દાને દારિદ્ર જાય, જગ જસવાદ હોયે ઘણો રે, દાન તે શીવ ઉપાય રે. પ્રાણી૮ કપણપણું ભવિ પરિહરો રે, દીયો સુપારો દાન; વીર વિશુદ્ધ પદ એહ છે રે, મ ભાખે ભગવાન રે. પ્રાણી ૯
૧િ૦૦ ચેતનને ઉપદેશની સઝાયો
(રાગ-પુણ્યસંયોગે પામીચો રે) સરુ ચરણ પસાઉલે, કહીશુ શિખામણ સાર; મન સમજાવો આપણું, જિમ પામો ભવપાર.
રે ભાઈ ! રૂડું તે શું કર્યું, આતમને હિતકાર; ઇહભવ પરભવ સુખ ઘણા, લહીયે જય જયકાર. ભાઈ૨ લાખ ચોરાસી યોનિ ભમી, પામ્યો નર અવતાર; દેવગુરુધર્મ ન ઓળખ્યા, ન જપ્યો મન નવકાર. ભાઈ૦ ૩ નવ માસ માતાએ ઉદરે ધર્યો પાળી મોટો રે કીધ; માય તાય સેવા કીધી નહિ, ન્યાયે મન નવિ દીધ. ભાઈ૪ ચાડી કીધી રે ચીતરે દંડાવ્યા ભલા લોક; સાધુજનને સંતાપીયા આળ ચઢાવ્યા તેં ફોક. ભાઈ૦ ૫ લોભે લાગ્યો રે પ્રાણીઓ, ન ગણે રાત્રિને દોહ; હા હો કરતા એકીલો રે, જઇને હાશ ધસીસ. ભાઈ૦ ૬
For Private And Personal Use Only