SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૧ લોભની સજઝાયો આશા દાસી વશ પડ્યા, જડ્યા કર્મ જંજીર; પરિગ્રહ ભાર ભરે નડ્યા, સહે નરકની પીર. પરિગ્રહ ભાર ભર્યા પ્રાણી, પામે અધોગતિ દુઃખ ખાણી; જસ મતિ લોભે લલચાણી રે, ચેતન ચતુર સુણો ભાઈ, લોભ દશા તો દુ:ખદાઈ રે. ૧ લોભે લાલચ જાસ ધણી, પરિણતિ નીચી તેહ તણી, લટપટ કરે બહુ લોક ભણી રે. ચેતન૦ ૨ લોભી દેશ વિદેશ ભમે, ધન કારણ નિજ દેહ દમ, તડકા ટાઢનાં દુઃખ ખમે રે. ચેતન ૩ લોભે પુત્ર પિતા ઝઘડે, લોભે નરપતિ રહે વગડે; લોભે બાંધવ જેર લડે રે; ચેતન- ૪ હાર હાથી લોભે લીનો, કોણીકે સંગર બહુ કીનો; માતા મહને દુઃખ દીનો રે. ચેતન ૫ લોભારંભે બહુ નડીઆ, કાલાદિક નરકે પડીયા; નિરયાવલી પાટે ચઢીચા રે. ચેતન- ૬ લોભ તજી સંવર કરજો, ગુરુ પદ પદ્મને અનુસરજો; રૂપવિજય પદને વરજો રે. ચેતન૦ ૧૬૨ હિંસા પાપસ્થાનકની સજઝાય (રાગ-શ્રીજીનવરન પ્રગટ થય) પાપ સ્થાનક પહેલું કહ્યું રે, હિંસા નામે દુરંત, મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે, પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત ૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy