SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ++++++++++ ******* ૫૬૦ જેથી ઉપજે જ્ઞાન તરંગ રે પ્રાણી, તેથી દર્શન ચરણ પ્રસંગ રે; પ્રાણી ! તે શિવસુખ હેતુ અભંગ રે. પ્રાણી૦ ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુ આજ્ઞા નિત્ય ધારવી રે,પાળવી ગુરુની શિખ; નિજ છંદે નવિ વર્તવું રે, તો હોય સફળી દીક્ષ રે. પ્રાણી૦ ૨ શિષ્ય વિનિતની ઉપરે રે, ગુરુ મન હોય સુપ્રસન્ન; આપે તેહને ઉજમે રે. આગમ વચન રતન રે. પ્રાણી ૩ ગુરુ દ્રોહી મસ્તર ભર્યા રે, ન કરે ગુરુ બહુમાન; તે અપમાન લહે ઘણું રે, જિમ કોહ્યા કાનનો શ્વાન રે. પ્રાણી૦ ૪ શુકર જેમ તજી શાળને રે, અશુચિ કરે આહાર; તેમ અવિનિતને વાલહો રે, અવિનયનો આચાર રે. પ્રાણી ૫ ગુરુ અવિનયી કુલવાલુઓ રે, પડીયો ગણિકા પાસ; ભવમાંહે ભમશે ઘણું રે, બાંધી કર્મની રાશ રે. પ્રાણી ૬ ગુરુ વચને રૂસે નહિ રે,જાણે આપણો વાંક; તે નવ દીક્ષિતની પરે રે, સાથે સાધ્ય નિશંક રે. પ્રાણી વિનયથી ગુણ વધે ઘણાં રે, જગમાં લહે જસવાદ; ધર્મનું મૂળ વિનય કહ્યો રે, સેવો તજી પ્રમાદ રે. પ્રાણી૦ ૮ વિનયથી રીઝે દેવતા રે, વિનયથી દાનવ વશ થાય; વિનયથી ઇહભવ પરભવે રે, કાર્ય સિદ્ધિ સવિ થાય રે. પ્રાણી ૯ વિનયને વશ છે ગુણ સર્વે રે, તે માર્દવથી થાય; માટે વિનિત સરલાશયી રે, પામે સુજસ સવાઈ રે.પ્રાણી૦ ૧૦ વાચક રામવિજય કહે રે, વિનય કરે તે ધન્ય; અધ્યયને પહેલે કહ્યાં રે, સાચા વીરના વચન રે. પ્રાણી૦ ૧૧ *************** For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy