________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોહની પૂતળીને તપાવે છે, અતિ અગ્નિમય બનાવે છે;
તસ આલિંગન દેવરાવે છે, સુણ૦ ૨ પાંચસો જજન ઉછાળે છે, પછી પટકી ભોંય પછાડે છે;
પછી તેહના દેહને બાળે છે. સુણ૦ ૩ શ્વાન થઈને તેહને કરડે છે, ઝાલી પરમાધામી મરડે છે;
વળી તેહની પાછળ દોડે છે. સુણ૦ ૪ મૃગની જેમ પાસમાં પકડે છે, કરવતથી તેહને ફાડે છે;
વળી પકડી પકડી ભમાવે છે. સુણ૦ ૫ વળી તેહને શૂળીએ ચડાવે છે, કાન નાક પણ તેહના કાપે છે;
વળી ભરસાડમાં તેહને ભારે છે. સુણ૦ ૬ વળી ખાલ ઉતારી જલાવે છે, તાતા તેલમાં પણ ઘાલે છે;
વિરૂઆ વિપાકોને દેખાડે છે. સુણ૦ ૦ માંસ કાપીને ખવડાવે છે, એમ જીવ ઘણા દુઃખ પાવે છે;
અતિ ત્રાસમાં સમય વિતાવે છે. સુણ૦ ૮ વળી શારીરમાં ખાર મિલાવે છે, એમ પરમાધામી દુઃખ દેખાડે છે;
શુભવીરની વાણીથી શીતલ ચાવે છે. સુણ. ૯
(૧૨૮ કરમચંદની સજઝાયો કઈ કઈ નાચ નચાવે કરમચંદ, કેઈ કેઈ નાચ નચાવે; એ અચરિજ મન પાવે કરમચંદ, કઈ કઈ નાચ નચાવે. ૧ આદિ જિનેશ્વર અંતરયામી હુઆ આદિના કર્તા તુમ પસાથે આહારને કાજે, રહ્યા વરસ લગે ફીરતા. ૨ સગરચક્રી સાઠ હજાર, સુત પુત્ર મહાપરાક્રમી તુમ પસાથે એકી સાથે, હુવા પલકમાં ભસ્મી. ૩
For Private And Personal Use Only