SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીશ ભુજા દશ મસ્તક હુંતા, લક્ષ્મણે રાવણ માર્યો; એકલડે જગ સહુને જીત્યો, કર્મથી તે પણ હાર્યો રે. પ્રાણી છે લક્ષ્મણ રામ મહાબલવંતા, વળી સત્યવતી સીતા; બાર વરસ લગે વનમાંહે ભમીયા, વિતક તસ બહુ વિત્યા રે. પ્રાણી૮ છપ્પન્ન કોડી જાદવનો સાહિબ, કૃષ્ણ મહાબળી જાણી; અટવીમાંહિ એકલડો મૂવો, વલવલતો વિણ પાણી રે. પ્રાણી ૯ પાંડવ પાંચ મહા ઝુઝારા, હારી દ્રૌપદી નારી; બાર વરસ લગે વન દુઃખ દીઠાં, ભમિયાં જેમ ભિખારી રે. પ્રાણીઓ ૧૦ સતિય શિરોમણી દ્રૌપદી કહીએ, પાંચ પુરુષની નારી; સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું, પામી પંચ ભરતાર રે. પ્રાણી ૧૧ કમેં હલકો કીધો હરિશ્ચંદ્રને, વેચી સુતારા રાણી; બાર વરસ લગે માથે આપ્યું, ડુંબ તણે ઘર પાણી રે. પ્રાણીઓ ૧૨ દધિવાહન રાજાની બેટી. ચારૂ ચંદન બાળા; ચપદની પેરે ચૌટે વેચાણી, કર્મતણાં એ ચાળા રે. પ્રાણી. ૧૩ સમકિતધારી શ્રેણિક રાજા, બેટે બાંયો મૂશકે; ધર્મી નરપતિ કમેં દબાણા, કર્મથી જોર ન કિસકા રે.પ્રાણી૧૪ ઇશ્વર દેવને પાર્વતી રાણી, કત પુરુષ કહેવાય; અહોનિશ શ્મશાન માંહે વાસો, ભિક્ષા ભોજન ખાય રે. પ્રાણી- ૧૫ સહસ કિરણ સૂરજ પ્રતાપી, રાત દિવસ રહે ભમતો;; સોલ કલા શશહર જગ ચાવો, દિન દિન જાએ ઘટતો રે. પ્રાણી૧૬ નળરાજા પણ જુગટે રમતાં, અરણ ગરથ રાજ્ય હાર્યો; બાર વરસ લગે વન દુઃખ દીઠા, તેને પણ કમેં જમાડ્યો રે. પ્રાણી. ૧૦ સુદર્શનને શૂળીએ દીધો, મુંજ રાજે માગી ભીખ; તમસ ગુફા મુખ કોણીક બળીયો, માની ન કોઈની શિખ રે. પ્રાણી૧૮ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy