SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી સંલેખણ અણસણ આદરી, યોનિ ચોરાશી રે લાખ; મિચ્છામિ દુક્કડં સર્વ જીવો પ્રતિ, દઇશું સદ્ગર સાખ. ધન- ૮ મોટા મુનિવર આગે જે હુઆ, સમરી તસ અવદાત; પરિષહ સહશે રે ધીરપણું ધરી, કરશું કર્મનો ધાત. ધન ૯ વાઘર વીંટી રે ડોળા નીસર્યા, ધન્ય મેતારજ સાધુ બંધક શિષ્યો રે ઘાણી પીલીચા, રાખી સમતા અગાધ. ધન ૧૦ માથે પાળી ફરી સગડી ભરી, ભરીયાં માંહી અંગાર; ગજસુકુમાલે રે શીર બળતું રહ્યું તે પામ્યા ભવ પાર. ધન ૧૧ સિંહ તણી પરે સામા ચાલીચા, સુકોશલ મુનીરાય; વિરૂઇ વાઘણ ધસતી ખાવા, વોસિરાવી નિજ કાય. ધન૦ ૧૨ દેવ પરીક્ષા રે કરતાં વળી વળી, ચક્રી સનત કુમાર; રોગે પીડિવો રે વરસ તે સાતસે, ન કરી દેહની સાર. ધન૧૩ નિશદિન એહવી રે ભાવના ભાવતા, સરે નિજ આતમકાજ; મુનિવિજય બુધ બોલે પ્રેમશું, ભાવના ભવોદધિ જહાજ. ધન ૧૪ ૧૨૧ સટોડીયાની સઝાયો સુણ સટોડીયા ! સટ્ટાના કુસંગે બટ્ટો લાગશે તજ ટેવ બુરી, બાવળીયો વાવ્યાથી શૂળો લાગશે એ ધંધો પાપી પાકો છે, એ જુગારનો પણ કાકો છે, એ ફોગટ ફાંફાનો ફાંકો છે. સુણ૦ ૧ છે દ્વાર દુરાચારી જનનું ભક્ષણ કરતું કીર્તિ ધનનું રક્ષણ નવ રહેતું તન મનનું સુણ૦ ૨ વ્યવહાર નથી જગમાં એનો, વિશ્વાસ ન કરે કોઈ એનો, ચિંતાતુર રહે જીવડો જેનો... સુણ૦ ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy