SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ શિખામણની સઝાય છે (રાગ - જનારૂં જાય છે જીવન..) (દયાસિન્ધ) મોંઘેરો દેહ આ પામી, જુવાની જેરમાં જામી; ભજ્યાં ભાવે ના જગસ્વામી, વધારો શું કર્યો સારો. ૧ પડીને શોખમાં પૂરાં, બની શૃંગારમાં શુરા; કર્યા કૃત્યો બહુ બુરા, પછી ત્યાં શી રીતે વારો. ૨ ભલાઈ ના જરા કીધી, સુપાત્રે પાઈ ના દીધી; કમાણી ના ખરી કીધી, કહો કેમ આવશે આરો ? ૩ ગુમાને જીંદગી ગાળી, ન આણા વીરની પાળી; જશો અંતે અરે ખાલી, લઇ બસ પાપનો ભારો. ૪ નકામાં શોખને ત્યાગો, કરો ઉપકારના કામો અચળ રાખો રૂડા નામો, વિવેકી વાત વિચારો. ૫ સદા જિનધર્મને ધરજે, ગુરભક્તિ સદા કરજો; ચિદાનંદ સુખને વરજ, વિવેકી મુક્તિને વરજો. ૬ (૧૦૫ શ્રી આપ સ્વભાવની સઝાયો આપ સ્વભાવમાં રે અવધૂ સદા મગનમેં રહેના; જગત જીવ હે કરમાધીના, અચરિજ કછુઆ ન લીના. આ૦ ૧ તુ નહિ કેરા કોઈ નહિ તેરા ક્યાં કરે મેરા મેરા ? તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા. આ૦ ૨ વધુ વિનાશી તું અવિનાશી, અબ હે ઇનકા વિલાસી; વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આ૦ ૩ રાગ ને રીસા દો, ખવિસા, એ તુમ દુઃખકા દીસા; જબ તુમ ઉનકું દૂર કરીસા, તબ તુમ જગકા ઇસા, આ૦ ૪ :-+--+%-%8-x5------------- For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy