SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાંધી મુઠી લઈ અવતર્યો, મરતાં ખાલી છે હાથ રે; જીવડા જોને તું જગતમાં, કોઈ ન આવે છે સાથ રે. મરણ૦ ૦ નાના મોટા સહુ સંચર્યા, કોઈ નહિ સ્થિર વાસ રે, નામ રૂપ સહુ નાશ છે, ધર્મરત્ન અવિનાશ રે. મરણ૦ ૮ ૧. કળા ૯િ૪ વૈરાગ્યની સઝાયો કેના રે સગપણ કેની રે માયા, જીવ રહ્યો છે લોભાઈ રે; અચિર સંસારમાં કોઈ નથી તારૂં, સાચી ધર્મ સગાઈ રે. કેના૦ ૧ શ્રેણિકરાયને પિંજરે પૂર્યો, કોણીકે રાજ્ય લોભાઈ રે; પુત્રે પિતાને અતિ દુઃખ દીધું ક્યાં ગઈ પુત્ર સગાઈ રે ? કેના૨ ભરત બાહુબલી રાજ્યને માટે, માંડી મોટી લડાઈ રે; ચક્ર મૂક્યું નિજ ભાઈની ઉપરે, ક્યાં ગઈ ભ્રાતૃ સગાઈ રે? કેના૦ ૩ મચણરેહા વશે મોહ્યો મણિરથ, મા યુગબાહુ ભાઈ રે; વિષય-કષાચમાં મસ્ત બનીને, ક્યાં ગઈ ભ્રાતૃ સગાઈ રે ? કેના. ૪ બ્રાહ્મણી નિજ પુત્રને વેચે, ધનને અર્થે લોભાઈ રે; અમરકુમારને મારણ કાજે, ક્યાં ગઈ પુત્ર સગાઈ રે ? કેના. ૫ સૂરીકાન્તાએ પરદેશીને માર્યો, ગળે અંગુઠો દબાઈ રે; રાચપસેણીમાં ભગવંતે ભાખ્યું, ક્યાં ગઈ પત્ની સગાઈ રે? કેના૦ ૬ શેઠાણી નિજ શેઠને નાંખે, ઊંડા કૂવાની માંહી રે; કર્મ તણી જો જો વિચિત્રતા, ક્યાં ગઈ પત્ની સગાઈ રે ?કેના૦ ૦ ચલણી માતા નિજ પુત્રને બાળે, લાખનું ઘર બનાઈ રે; વિષયમાં અતિ લંપટ થઇને, ક્યાં ગઈ માતૃસગાઈ રે ? કેના. ૮ કેની રે માતા ને કેના રે પિતા, જેના ભાઈ ભોજાઈ રે; વિનયવિજય પંડિત એમ બોલે, સાચી ધર્મસગાઈ રે ? કેના. ૯ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy