SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જારી રમતાં કાલ વીત્યો બહું, એક દિન કીધી મેં હાંસી; ક્યાના વાસી ક્યાં જવાના, તવ તેણે અથ ઇતિ પ્રકાશી.રાજ શી ૧૫ દૃઢ મન રાખી વાત સુણી મેં, ગુહ્યા મેં રાખી મારી; પુત્રને કહ્યું તુમે દેશ સિધાવો, મેં દુનિયા વિસારી.રાજ શી. ૧૬ પુગ વળાવી કહાં ગણિકાને, હા-હા ધિક્ તુજ મુજને; મહા પાતિકની શુદ્ધિ માટે, અગ્નિનું શરણ હો મુજને. રાજ શી. ૧૦ સરિતા કાંઠે હૈં સળગાવી, અગ્નિ પ્રવેશ મેં કીધો; કર્મે નદીના પુરમાં તણાણી, અગ્નિએ ભોગ ન લીધો. રાજ શી૧૮ જલમાં તણાતી કાંઠે આવી, આહિરે બહાર કાઢી; મુજ પાપીણીને નદીએ ન સંઘરી, આહિરે કરી ભરવાડી. રાજ શી૧૯ તે ભરવાડણ દહીં દૂધ લઇને, વેચવા પુરમાં પેઠી; ગજ છૂટયો કોલાહલ સુણીને, પાણીચારી ને હું નાઠી. રાજ શી. ૨૦ પાણીયારીનું બેડું ફૂટયું, ઘૂસકે રોવા લાગી; દહી દૂધની મમ મટકી ફૂટી, હું તો હસવા લાગી. રાજ શી. ૨૧ હસવાનું કારણ તે પૂછયું, વીરા ! મેં અશ ઇતિ કીધું; કેને જોવું ને કેને રોવું હું, દૈવે દુઃખ મને દીધું. રાજ શી. ૨૨ મહિચારીની દુઃખની કહાણી, સુણી મૂછી થઈ દ્વિજને; મૂછી વળી તવ હા,હા ઉચ્ચરે, દ્વિજ કહે ધિક્ ધિક્ મુજને. રાજ શ૦ ૨૩ મા-દીકરો બેહું પસ્તાવો કરતાં, જ્ઞાની ગુરુ તવ મળીયા; ગુરુની દીક્ષા શિક્ષા પામી, ભવના ફેરા ટળિયા. રાજ શી. ૨૪ એક ભવે ભવ બાજી રમતાં, ઉલટ સુલટ પડે પાતા; નાનાવિધ ભવોભવ સાકળચંદ, ખેલે કર્મ તમાસા રાજ શી. ૨૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy