________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ ફરી દેવ છળવા કારણ, વૈધ રૂપ લહી આવે, તપ શક્તિયે કરી લબ્ધિ ઉપની, ચુંકે કરી રોગ સમાવે. ૧૫ બે લાખ વરસ મંડળિક ચક્રી, લાખ વરસની દિક્ષા, પંદરમાં જિનવરને વારે, નરદેવ કરે જીવરક્ષા ૧૦ શ્રી વિજયસેન સુરીશ્વર વાણી, તપગચ્છ રાજે જાણી વિનયકુશળ પંડિત વર ખાણી, તસ ચરણે ચિત્ત આણી. ૧૦ સાતમેં વરશે રોગ સમાચો, કંચન સરખી કાયા, શાન્તિકુશળમુનિ એમ પયપે, દેવ લોક ત્રીજા પાયા. ૧૮
( ૫૩ શ્રી સનતકુમારની સઝાય )
(રાગ-છઠ્ઠો આંરો એવો આવશે) ધન્ય ધન્ય સનતકુમારને, ઇન્દ્ર સભામાં પ્રશંસે રે; કર્મ અહીયાસે આપણાં પણ, પરિગ્રહશું ન પ્રેમ રે. ધન્ય- ૧ ઇન્દ્ર વચન અણમાનતો, વેધ રૂપે આવ્યો દેવ કોચ રે; પણ છળે ન પડ્યાં સાધુજી, અનેક ઉપાય કરી શાક્યો સોચ રે. ધન્ય ૨ શુંક અડાડ્યું જેને થાન કે, સોનાવરણી થાય દેહ રે; લબ્ધિ દેખી ત્રાષિરાયની, દેવલોકે દેવ ગયો તેહ રે. ધન્ય૦ ૩ ષટ ખંડ પૃથ્વી ભોગવી, ચકીપણે વરસ દોચ લાખ રે; લાખ વરસ દીક્ષા વહી, પાળી તે શાસ્ત્રની શાખ રે. ધન્ય. ૪ સાતમેં વરસ લગે જેણે, રોગ પરિષહ સહા રંગ રે; પણ ઉપચાર કીધો નહિ, સમતાશું રાખ્યો મન સંગ રે. ધન્ય છે પહોત્યો દેવલોક ત્રીજે એ, ચારિત્ર પાળી નિરતિચાર રે; એક ભવને આંતરે, મુક્તિ જશે તે નિરધાર રે. ધન્ય૦ ૬ શ્રી ધર્મનાથના શાસને, ઉદ્યોતકારી થયો ત્રાષિરાજ રે; ઉદયરત્ન કષિરાયના, કર જોડીને વંદે પાય રે. ધન્ય છે
For Private And Personal Use Only