SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧ શ્રી બૂસ્વામીની સઝાય સરસ્વતી સવામીને વિનવું, સદ્ગુરૂ લાગું છું પાય; ગુણ રે ગાશું જંબુસ્વામીના, હરખ ધરી મનમાંય. ધન ધન જંબૂસ્વામીને. ૧ ચારિત્ર છે વચ્છ દોહિલું, વ્રત છે ખાંડાની ધાર; પાયે અડવાણેજી ચાલવું, કરવાજી ઉગ્ર વિહાર. ૨ મધ્યાહ પછી કરવી ગૌચરી, દિનકર તપે રે નિલાડ; વેળુ કવળ સમ કોળિયા, તે કિમ વાળ્યા એ જાય. ૩ કોડી નવ્વાણું સોવન તણી, તમારે છે આજી નાર; સંસારતણાં સુખ જાણ્યા નહીં, ભોગવો ભોગ ઉદાર. ૪ રામે સીતાને વિજોગડે, બહોત કીધા રે સંગ્રામ; છતી રે નારી તુમે કાંઈ તજે, કાંઈ તો ધન ને ધામ. ૫ પરણીને શું પરિહરો, હાથ મલ્યાના સંબંધ; પછી તે કરશો સ્વામી ઓરતો, જિમ કીધો મેઘ મુણીંદ. ૬ જંબૂ કહે નારી સુણો, અમ મન સંચમ ભાવ; સાચો સ્નેહ કરી લેખવો, તો સંયમ લો અમ સાથ. o તેણે સમે પ્રભવોજી આવીયો, પાંચસે ચોર સંઘાત; તેને પણ જંબૂસ્વામીએ બુઝવ્યો, બુઝવી માતને તાત. ૮ સાસુ સસરાને બુઝવ્યા, બુઝવી આઠે નાર; પાંચશે સત્તાવીશકું, લીધોજી સંચમભાર. ૯ સુધરવામી પાસે આવીચા, વિચરે છે મન ઉલ્લાસ; કર્મ ખપાવી કેવળ પામીયા, પહોંચાજી મુક્તિ મોઝાર. ૧૦ કર For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy