SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢિાળ રજી વીર જિનવર ઇમ ઉપદિશે, સાંભળો ચતુર સુજાણ રે; મોહની નિંદમાં કાં પડો, ઓળખો ધર્મના ઠાણ રે. ૦ ૧ વિરતિ એ સુમતિધરી આદરો, પરીહરો વિષચ કષાય રે; બાપડા પંચ પરમાદથી, કાં પડો કુગતિમાં ધાય રે. વિરતિ ૨ કરી શકો ધર્મ કરણી સદા, તો કરો એહ ઉપદેશ રે; સર્વ કાળે કરી નહિ શકો, તો કરો પર્વ સુવિશેષ રે. વિરતિ ૩ જુજુઆ પર્વષટના કહ્યાં, ફળ ઘણાં આગમે જોય રે, વચન અનુસાર આરાધતાં, સર્વથા સિદ્ધિ ફલ હોય રે. વિરતિ ૪ જીવને આયુ પરભવ તણું, તિચિદિને બંધ હોય પ્રાચ રે, તેહ ભણી એહ આરાધતાં. પ્રાણીઓ સદ્ગતિ જાય રે. વિરતિ, ૫ તે હવે અષ્ટમી ફળ તિહાં, પૂછે શ્રી ગૌતમ સ્વામી રે, ભવિક જીવ જાણવા કારણે, કહે વીર પ્રભુતામ રે; વિરતિ ૬ અષ્ટ મહા સિદ્ધિ હોય એહથી, સંપદા આઠની વૃદ્ધિ રે; બુદ્ધિના આઠ ગુણ સંપજે, એહથી અષ્ટગુણ સિદ્ધિ રે. વિરતિo લાભ હોય આઠ પડિહારનો, આઠ પવચણ ફળ હોચરે; નાશ અષ્ટ કર્મનો મૂળથી, અષ્ટમીનું ફળ જોય રે. વિરતિ ૮ આદિજિન જન્મ દીક્ષાતણો, અજિતનો જન્મ કલ્યાણ રે, ચ્યવન સંભવતણો એહ તિથે, અભિનંદન નિર્વાણ રે. વિરતિ, ૯ સુમતિ સુવ્રત નમિ જનમીયા, નેમનો મુક્તિ દિન જાણ રે, પાર્શ્વજિન એહ તિથે સિદ્ધલા,સાતમા જિન ચ્યવન માણ રે. વિરતિ ૧૦, એહ તિથિ સાધતો રાજીયો, દંડવીરજ લહ્યો મુક્તિ રે; કર્મeણવા ભણી અષ્ટમી, કહે સૂગ નિયુક્તિ રે. વિરતિ ૧૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy