SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ***************૪૦૩ એકત્રીસ આઠ ગુણે જેહના રે લાલ, પન્નર ભેદ પ્રસિદ્ધ ભવિપ્રાણી રે; અનંત ચતુષ્કનાં ધણી રે લાલ, ધ્યાવો એહવા સિદ્ધ. ભવિપ્રાણી રે૦ ૩ છત્રીસ છત્રીસ ગુણે જે ધરે રે લાલ, ભાવાચારય જેહ ભવિપ્રાણી રે; તીર્થંકરસમ જે કહ્યા રે લાલ, વંદુ આચારજ તેહ. ભવિપ્રાણી રે૦ ૪ ચરણ કરણ સિત્તરી ધરે રે લાલ, અંગઉપાંગનાં જાણ ભવિપ્રાણી રે; ગુણ પચવીશ ઉવજઝાયના રે લાલ, શિષ્યને દે નિત્ય નાણ ભવિપ્રાણી રે૦ ૫ સાથે મોક્ષ તે સાધુજી રે લાલ, ગુણ સત્યાવીશ જાસ ભવિપ્રાણી રે; અઢીય દ્વીપમા જે મુની રે લાલ, પદ પંચમ નમો ખાસ. ભવિપ્રાણી રે૦ ૬ પયડી સાતનાં નાશથી રે લાલ, ઉપશમ સાયિક જેહ ભવિપ્રાણી રે; સડસઠ્ઠ બોલે અલંકર્યો રે લાલ, નમો દર્શન પદ તેહ. ભવિપ્રાણી રે૦ ૦ અઠ્ઠાવીસ ચૌદ છ સહી રે લાલ, દો એક સવિ એકાવન્ન ભવિપ્રાણી રે; ભેદ જ્ઞાનનાં જાણીને રે લાલ, આરાધે તે ઘન્ન. ભવિપ્રાણી રે૦ ૮ નમો ચારિત્રપદ આઠમે રે લાલ, દેશ સર્વ ભેદ હોય ભવિપ્રાણી રે; બાર સત્તર ભેદ જેહનાં રે લાલ, સેવે શિવપદ હોય. ભવિપ્રાણી રે૦ ૯ બાહ્ય અત્યંતર તજી ક્રોધને રે લાલ, તપ કરી બાર પ્રકાર ભવિપ્રાણી રે; નમો તવસ્ત ગુણણું ગુણો રે લાલ, સમતા ધરી નિરધાર. ભવિપ્રાણી રે૦ ૧૦ ઇન્દ્રભૂતિ ઇમ ઉપદિશે રે લાલ, નવપદ મહિમા સાર ભવિપ્રાણી રે; શ્રેણિક નરપતિ આગળે રે લાલ, શ્રી શ્રીપાળ અધિકાર. ભવિપ્રાણી રે ૧૧ નવ પટ્ટરાણી જેહને રે લાલ, ગજ રથ નવ હજાર ભવિપ્રાણી રે; નવલાખ વાજી શોભતા રે લાલ, સુભટકોટિ નવ સાર. ભવિપ્રાણી રે૦ ૧૨ ઋદ્ધિ સંપદ બીજી ઘણી રે લાલ, કહેતાં નાવે પાર ભવિપ્રાણી રે; આરાધી નવપદ સહી રે લાલ, નવમેં પદ વિસ્તાર. ભવિપ્રાણી રે ૧૩ નવવિધ પરિગ્રહ મૂકીને રે લાલ, નવ નિયાણાં નિવાર ભવિપ્રાણી રે; For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy