________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ-આતમધ્યાનથી રે સંતો સદાસ્વરૂપે રહેવુ) અવસર પામીને રે કીજે, નવ આંબિલની ઓળી; ઓળી કરતાં આપદ જાયે બદ્ધિ સિદ્ધિ લહીએ બહુલી. અ૦ ૧ આસો ને ચેરો આદરશું, સાતમથી સંભાળી રે; આળસ મેલી આંબિલ કરશે, તરઘર નિત્ય દીવાળી અ૦ ૨ પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાળી રે; સિદ્ધચક્રને શુદ્ધ આરાધી જાપ જપે જપમાળી. અ૦ ૩ દેહરે જઇને દેવજુહારો, આઈશ્વર અરિહંત રે, ચોવીશે જિન ચાહીને પૂજ, ભાવેશું ભગવંત. અ૦ ૪ બે ટંક પડિક્કમણું બોલ્યું, દેવ વંદન ત્રણ કાલ રે; શ્રી શ્રીપાલતણી પરે સમજી, ચિત્તમાં રાખો ચાલ. અ૦ ૫ સમકિત પામી અંતરજામી, આરાધો એકાંત રે; સ્યાદ્વાદ પશે સંચરતાં, આવે ભવનો અંત. અ૦ ૬ સત્તર ચોરાણું શુદિ ચેટીયે, બારશે બનાવી રે; સિદ્ધચક ગાતાં સુખ સંપત્તિ, ચાલીને ઘેર આવી રે. અ૦ ૦ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નર નારી ચાલે રે; ભવની ભાવઠ તે ભાંજીને, મુક્તિપૂરીમાં હાલે. અ૦ ૮
નવપદ ધરજો દયાન, ભવિ તુમે નવપદ ધરો ધ્યાન; એ નવપદનું દાન કરતા, પામે જીવ વિશ્રામ. ભવિ૦ ૧ અરિહંત, સિદ્ધ, આચરજ પાઠક, સાધુ સકળ ગુણખાણ. ભવિ. દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ઉત્તમ, તપ તપો કરી બહુમાન. ભવિ૦ ૨
For Private And Personal Use Only