SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવિકા પર્વ અઠ્ઠાઈ આરાધ મનવાંછિત સુખ સાધરે ભવિકા ! પર્વ અઠ્ઠાઈ આરાધ. ભ૦ ૧ લોચન કર્ણ યુગલ મુખે રે, નાસિકા અનિલાડ, તાલુ શિર નાભિ હદે રે, ભ્રકુટિ મધ્યે ધ્યાન પાઠ રે. ભ૦ ૨ પંચ પરમેષ્ઠી ત્રિકાળના રે, ઉત્તમ ચઉ ગુણ કંત, શાશ્વતા પદ સિદ્ધચક્રના રે, વંદતા પુજ્ય મહંત રે ભ૦ ૩ આલંબન સ્થાનક કહાં રે, જ્ઞાનીએ તેહ મોઝાર; તેહમાં વિગત વિષયપણે રે, ચિત્તમાં એક આધાર રે. ભ૦ ૪ અષ્ટકમલ દલ કર્ણિકા રે, નવપદ થાપો ભાવ; બાહિર યંત્ર રચી કરી રે, ધારો અંતર અનુભાવ રે. ભ૦ ૫ આસો સુદિ સાતમ થકી રે, બીજી અઠ્ઠાઈ મંડાણ; ત્રણસેં છેતાલીસ ગુણે કરી રે, અસિયા ઉસાદિક ધ્યાન રે. ભ૦ ૬ ઉત્તરાધ્યયન ટીકા કહે રે, એ દોચ શાશ્વતી યાત્ર; કરતા દેવ નંદીશ્વરે રે, નર જિનઠામ સુપાત્ર રે. ભ૦ ૦ ઢિાળ ૨ જી] (રાગ : જાત્રા નવાણું કરીએ) અષાઢ ચોમાસાની અઠ્ઠાઈ જિહાં અભિગ્રહ અધિકાઈ; કૃષ્ણ કુમારપાળ પરે પાળો, જીવદયા ચિત્ત લાઈ રે, પ્રાણી અઠ્ઠાઈ મહોચ્છવ કરીયે, સચિત્ત આરંભ પરિહરિયે રે. ૧ દિસિગમન તો વર્ષા સમયે, ભક્ષ્યાભસ્થ વિવેક; અછતિ વસ્તુ પણ વિરતિએ, બહુફલ વંકચૂલ સુવિવેકરે. પ્રા. ૨ જે જે દેહે ગ્રહીને મૂક્યા, તેહથી જે હિંસા થાય; પાપ આકર્ષણ અવિરતિ યોગે, તે જીવે કર્મ બંધાય રે. પ્રા૦ ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy