SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ ન અગીચાર લાખને એંશી હજાર છસ્સે વળી, ઉપર પીસ્તાળીશ અધિક પણ દિન ૩ળી; વીશ સ્થાનક માસનમણે, જાવજીવ સાધતા, તિકર નામ કર્મ તિહાં નિકાચતા. ૫ લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા, છબ્લીશમે ભવ પ્રાણત કલ્પ દેવતા; સાગર વીશનું જીવિત સુખભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજો હવે. ૬ : ૨ ઢિાળ પાંચમી નયર માયણકુંડમાં વસે રે, મહારદ્ધિ કાષભદત્ત નામ; દેવાનંદા દ્વિજશ્રાવિકા રે, પેટ લીધો પ્રભુ વિસરામ રે, ભવિકા! પેટ લીધો પ્રભુ વિસરામ રે. ભ૦ ૧ વ્યાશી દિવસને અંતરે રે, સુર હરિણગમેષી આય; સિદ્ધારશ રાજા ઘરે રે, ત્રિશલા કુખે છટકાય રે. ભ૦ ૨ નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવીચ ઓચ્છવ કીધ; પરણી યશોદા ચવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. ભ૦ ૩ સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે હુઆ કેવળી રે, શિવવહુનું તિલક શિર દીધ રે. ભ૦ ૪ સંઘ ચતુર્વિઘ થાપીયો રે, દેવાનંદા ઋષભદત્ત પ્યાર; સંયમ દેઈ શિવ મોકલ્યાં રે, ભગવતી સૂત્રે અધિકાર રે. ભ૦ ૪ ચોત્રાશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર, છત્રીસ સહસ તે સાધવી રે. બીજો દેવ દેવી પરિવાર રે. ભ૦ ૬ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; બહોંતેર વરસનું આઉખું રે, દિવાળીચે શિવપદ લીધ રે. ભ૦ ૦ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy