SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *************** 25£ એ ઉત્તમને ઉપગારી, ભાખ્યા પર્વ પજુસણ ભારી. પ્રભુ૦ ૧ જેમ ઔષધ માંહિ કહીએ, અમૃતને સારૂં લહીએ રે; મહામંત્રમાં નવકાર મંત્ર. ભાખ્યાં પ્રભુ૦ ૨ વૃક્ષમાહિ કલ્પતરૂ સારો, એમ પર્વ પજુસણ ધારો રે; સૂત્રમાંહિ કલ્પ ભવતારી, ભાખ્યાં॰ પ્રભુ૦ ૩ તારાગણમાં જેમ ચંદ્ર, સુરવરમાંહી જેમ ઇન્દ્ર રે; સતીચોમાં સીતા નારી. ભાખ્યાં પ્રભુ ૪ જો બને તો અઠ્ઠાઈ કીજે, વળી માસખમણ તપ લીજે રે; સોલભથ્થાની બલિહારી. ભાખ્યાં પ્રભુ૦ ૫ નહિ તો ચોથ છઠ્ઠ તો લહીએ, અઠ્ઠમ કરી દુઃખ સહીયે રે, તે પ્રાણી જુજ અવતારી. ભાખ્યાં પ્રભુ૦ ૬ તે દિવસે રાખી સમતા, છોડો મોહ માયા ને મમતા રે; સમતારસ દિલમાં ધારી. ભાખ્યાં પ્રભુ પૂરવ તણો સાર લાવી, જેણે ક્લપસૂત્ર બનાવી રે; ભદ્રબાહુ વાર અનુસારી. ભાખ્યાં પ્રભુ૦ ૮ સોના રૂપાના ફૂલડાં ધરીએ, એ કલ્પની પૂજા કરીએ રે; એ શાસ્ત્ર અનોપમ ભારી. ભાખ્યાં પ્રભુ॰ ૯ ગીત ગાન વાજીંત્ર બજાવે, પ્રભુજીની આંગી રચાવે રે; કરે ભક્તિ વાર હજારી. ભાખ્યાં પ્રભુ ૧૦ સુગુરુ મુખથી એ સાર, સુણે અખંડ એકવીશ વાર રે; જાવે એહિજ ભવે શિવ પ્યારી. ભાખ્યાં ૦ પ્રભુ૦ ૧૧ એમ અનેક ગુણના ખાણી, તે પર્વ પજુસણ જાણી રે; સેવો દાન દયા મનોહારી. ભાખ્યાં પ્રભુ૦ ૧૨ ++++++++++++++ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy