SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છપ્પન્ન દિકુમરી તણી, સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટ મહી, ધારી જગત હરખાવતા; મેરૂશિખર સિંહાસને જે, નાથ જગના શોભતા. એવા૦ ૩ કુસુમાંજલિથી સુરઅસુર જે, ભવ્ય જિનને પૂજતા, ક્ષીરોદધિના ન્હવણજલથી, દેવ જેને સિંચતા; વળી દેવદુંદુભિ નાદ ગજવી, દેવતાઓ રીઝતા. એવા ૪ મધમધ થતા ગોશીષ ચંદનથી, વિલેપન પામતા, દેવેન્દ્ર દેવી પુષ્પની, માળા ગળે આરોપતા; કુંડલ કડાં મણિમય ચમકતા, હાર મુકુટ શોભતા. એવા. ૫ ને શ્રેષ્ઠવેણું મોરલી, વીણા મૃદંગતણા દધ્વનિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી, કિન્નરીઓ સ્વર્ગની; હર્ષે ભરી દેવાંગનાઓ, નમન કરતી લળી લળી. એવા ૬ જયનાદ કરતા દેવતાઓ, હર્ષના અતિરેકમાં, પધરામણી કરતા જનેતાના, મહાપ્રાસાદમાં; જે ઇન્દ્રપૂરિત વસુધાને, ચૂસતા અંગુષ્ઠમાં. એવા છે આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી, પ્રસ્વેદ - વ્યાધિ - મેલ જેના, અંગને સ્પર્શે નહિ; સ્વર્ધનું દુષ્પસમાં રૂધિરને, માંસ જેના તનમહીં. એવા. ૮ મંદાર પારિજાત સૌરભ, શ્વાસને ઉચ્છવાસમાં, ને છબચામર જયપતાકા, સ્તંભ જવ કરપાદમાં; પૂરા સહસ્ત્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતા. એવા. ૯ દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઇન્દ્રની સન્માનતી, પાંચે બની ધાત્રી દિલે, કૃતકૃત્યતા અનુભાવતી; વળી બાલક્રીડા દેવગણના, કુંવરો સંગે રાતી. એવા ૧૦ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy