SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ- જીનરાજ નમો નારાજ નમો) જિનરાજે રે જિનરાજે રે, ત્રિભુવન ઠકુરાઈ છાજે રે; વર દુંદુભી ગુહરા વાજે રે, તસ નાદે અંબર ગાજે રે, ૧ તિહાં જાતિ વૈર સવિ ભાંજે રે, પરમત મદની લાજે રે; પ્રભુ ગિગડે બેઠા સોહે રે, ભવિજનના મનડાં મોહે રે. ૨ જિન તોરા નયનની બલીહારી રે, તોરે મુખડે ચંદ ઓવારી રે; જિન તોરી સરસ સુધારસ વાણી રે, મુજ લાગે અમીય સમાણી રે. ૩ દુઃખ તીલ પીલણ તે ધાણી રે, જે ભવિષે મનમાં આણી રે; એ તો સમકિતની સહિયાણી રે, આગમ પાઠે બંધાણી રે. ૪ ભામંડલ ભાઉ સવાઈ રે, પ્રભુ પંડે રહ્યું લચ લાઈ રે; સુરકૃત કુસુમવૃષ્ટિ ઉવાઈ રે, પ્રાતિહાર જ શોભા બનાઈ રે. ૫ મુજ નેક નજરશું નિહાળો રે, તારકનું બિરૂદ સંભાળો રે; શરણાગતને પ્રતિપાળો રે, મિસ્યામત વાસના ટાળો રે. ૬ સમકિત સુખલડી દીજે રે, એ તો કોડી પસાર કરીને રે, જિન સહજ શક્તિ મુજ દીપે રે, તો આપ બલે અરિ જિપે રે. . મારા કરમ ભરમ સવિ નાચે રે, તુમ નામ તણે સુપસાયે રે, જે જ્ઞાન વિમલ ગુણ વાંછે રે, આતમ પરમાતમ સાધે રે. ૮ છોડ જિનરાજ મુજ જન્મ સંકટથકી, અનંતભવ આવડ્યો લોકમાંહિ, ચરણ સ્વામી તણો શરણ પામ્યો નહિ, આવીયો હું હવે આપ છાંહિ. છોડ. ૧ પૃથ્વી અપ તેઉ વણ વાયુ આરંભ મેં, બીજી વનરાજી હરિફાય છેધા; ત્રસજીવ ત્રાસવ્યા બહુલ હિંસા કરી, તેણે બહુ કર્મના બંધ બાંધ્યા. છોડ૦ ૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy