SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮+++++++++++++ કહેશો તુમે જુગતા નથી, જુગતાને હો વળી તારે સાંઈ કે; યોગ્ય જનનું કહેવું કિશ્યું, ભાવ હીનને હો તારો ગ્રહી બાહ્ય કે. ૩ થોડું હી અવસરે આપીએ, ઘણાની હો પ્રભુ છે પછી વાત કે; પગલે પગલે પાર પામીએ, પછી લહીએ હો સઘલા અવદાત કે. ૪ વહેલું મોડું તુમ આપશો, બીજાનો હું ન કરૂં સંગ કે; શ્રી ‘ધીરવિમલ' ગુરુ શિષ્યનો, રાખી જે હો પ્રભુ અવિચલ રંગ કે. ૫ (૧૮ (રાગ-જગજીવન જગવાલહો) શ્રી સીમંધર સાહિબા, હું કેમ આવું તુમ પાસ; હો મુણીંદ; દૂર વચ્ચે અંતર ઘણો, મને મળવાની ઘણી આશ હો. મુ.શ્રી. ૧ હું તો ભરતને છેડલે કાંઈ, પ્રભુજી વિદેહ મોજાર; હો. મુ. ડુંગર વચ્ચે દરિયા ઘણા, કાંઈ કોશ તો કેઇ હજાર. હો.મુ.શ્રી. ૨ પ્રભુ દેતા હશે દેશના, કાંઈ સાંભળે તિહાંના લોક; હો. મુ. ધન્ય તે ગ્રામ નગરપુરી, જિહાં વસે પુણ્યવંત લોક હો.મુ.શ્રી. ૩ ધન્ય તે શ્રાવક શ્રાવિકા, જે નિરખે તુમ મુખચંદ; હો.મુ. પણ એ મનોરથ અમ તણો, કાંઈ ફળશે ભાગ્ય અમંદ. હો. મુ.શ્રી. ૪ વર્તારો વર્તી જુઓ કાંઈ, જોષીએ માંડ્યા લગ્ન; હો મુ. ક્યારે સીમંધર ભેટશું, મને લાગી એહ લગન. હો મુ.શ્રી. ૫ પણ જોષી નહિ એહો, જે ભાંજે મનની ભ્રાંત; હો મુ. પણ અનુભવ મિત્રકૃપા કરે, તુમ મળવો તિણે એકાંત. હો.મુ.શ્રી. ૬ વીતરાગ ભાવે સહી તુમ, વર્તે છો જગનાથ; હો મુ. મેં જાણ્યું, તુમ કેણથી, હું થયો સ્વામી સનાથ. હો મુ.શ્રી. For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy