SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામી સીમંધરા ! વિનતિ, સાંભળો માહરી દેવ ! રે; તાહરી આણ હું શિર ધરું, આદરું તાહરી સેવ રે, સ્વામી સીમંધરા ! વિનતિ. સ્વા. ૧ કુગુરુની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે; તેહને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફોક રે. સ્વા. ૨ જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે; ઉંટિયા તેણે જગ દેખતાં, કિહાં કરે લોક પોકાર રે; સ્વા૩ જેહ નવિ ભવ તર્યા નિરગુણી, તારશે કેણી પર તેહ રે ? ઇમ અજાણ્યા પડે ફંદમાં, પાપબંધ રહ્યા જેહ રે. સ્વા. ૪ કામકુંભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે; દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એહ જગ શૂલ રે. સ્વા. ૫ અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે; પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંદરે ? સ્વા. ૬ વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપુર રે; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે. સ્વા. ૭ કલહકારી કદાગ્રહ ભર્યા, ચાપતા આપણા બોલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે. સ્વા. ૮ કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કેઈ મત કંદ રે; ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે. સ્વા. ૯ બહુ મુખે બોલ એમ સાંભળી, નવિ ધરે લોક વિશ્વાસ રે; ટુંકતા ધર્મને તે થયા, ભમર જિમ કમલની વાસ રે. સ્વા. ૧૦ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy