SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ ચોદ સહસ છે તાહરે ને, “માહરે વીર' તું એક છે; ટળવળતો મૂકી ગયાં મુજને, ક્યાં તમારે ટેક છે, પ્રભ સ્વપ્નાંતરમાં અંતર ન ધર્યો સુજાણ રે. વીર૦ ૬ પણ હું આજ્ઞાવાટ ચાલ્યો, નથી મળ્યો આ અવસરે; હું રાગવશ રખડું નિરાગી, વીર શિવપુર સંચરે, હું “વીર વીર' કરું, વીર ન ધરે કાંઈ કાન રે. વીર૦ ૦ કોણ વીર ને કોણ ગૌતમ, નહી કોઈ કોઈનું કદા; એ રાગ ગ્રંથી તૂટતાં, વરજ્ઞાન ગૌતમને શતાં, હે સુરત સુરમણિ, ગૌતમ નામે નિધાન રે. વીર૦ ૮ કાર્તિક માસ અમાસ રાગે, અસ્ત ભાવદીપક તણો; દ્રવ્યદિપક જયોત પ્રગટે, લોક દિવાળી ભણે, હે વીરવિજયના, નર નારી કરે ગુણગાન રે વીર. ૯ (રાગ - તું પ્રભુ મારો, માલકાંસ) વીર વિના વાણી કોણ સુણાવે, કોણ સુણાવે કોણ બતાવે; જબ યે વીર ગયે શિવમંદિર, તબ મેરી સાંસો કોણ મિટાવે મિટાવે. વીર... ૧ તુમ વિના ચઉવિક સંઘ કમલદલ, વિકસિત કોણ કરાવે, કરાવે.વીર. ૨ કહે ગૌતમ ગણધર તુમ વિરહે, જિનવર દિનકર જાવે, જાવે વીર. ૩ મોકુ સાથ લઈ ક્યું ન ચલે, ચિત્ત અપરાધ ધરાવે, ધરાવે. વીર... ૪ ઇભ પરભાવ વિચારી અપના, ભાવશું ભાવ મિલાવે મિલાવે. વીર. ૫ સમવસરણ મે બેઠે તખ્ત પર, હુકમ કોણ ફરમાવે, ફરમાવે. વીર... ૬ વીર વીર લવતે વીર અક્ષર, અંતર તિમિર હટાવે હટાવે. વીર. ૭ સકલ સુરાસુર હર્ષિત હોવે, જુહાર કરણકું આવે આવે. વીર. ૮ ઇન્દ્રભૂતિ અનુભવકી લીલા, જ્ઞાનવિમલ ગુણ ગાવે ગાવે. વીર. ૯ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy