SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી આયુ પૂરણ શુભ ભાવે, સુરલોક અશ્રુતે જાવે; શાતાકેદની સુખ તે પાવે, શુભવીર વચન રસ ગાવે રે. ૮ (૨૬) ગિરૂઆરે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમીઝરે, હારી નિર્મલ થાય કાયા રે. ગિ ૧ તુમ ગુણગણ ગંગા જલે, હું ઝીલીને નિર્મલ થાઉ રે, અવર ન ધંધો આદરૂં નિશ દિન તોરા ગુણ ગાઉં રે. શિ૦ ૨ ઝીલ્યા જે ગંગા જળે, તે છિલ્લર જળ નવિ પેસે રે જે માલતી ફૂલે મોહીયા, તે બાઉલ તળે નહિ બેસે રે ગિo ૩ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે, તે કેમ પરસુર આદરે ? જે પરનારી વશ રાચ્યા રે. ગિo ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક “ચશ' કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિ. ૫ (રાગ - શંખેશ્વર સાહીબ સાચો રે) વીર તમારી મૂરતિ મંગળકારી, મંગળકારી ને આનંદકારી રે, હેમ વર્ણ તણું તેજ સોહે, જોતા સુરનરના મન મોહે, મુખડું તમારું પ્રભુ શરદનો ચંદ્ર રે.....વીરતમારી. ૧ કમળ સુગંધી શ્વાસ મનોહર, ચોટીશ અતિશય મશહુર, વાણી પાંત્રિસ ગુણે ભારપુર, રે....વીરતમારી. ૨ બાળપણામાં તે રમતાં રમતાં, કાશ્યો સુરને મુષ્ટીએ હસતાં, એવા અનંત બલી તમે ધીર રે.... વીરતમારી. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy