SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાટ જોવંતા વીરજી ઘેર આવ્યા, માતા ત્રિશલાએ ન્હવરાવ્યા, ખોળે બેસાડી દુલરાવ્યા, હાંરે આલિંગન દેત. વીર૦ ૦ ચવનવય પ્રભુ પામતા પરણાવે, પછી સંજમશું દીલ લાવે, ઉપસર્ગની ફોજ હઠાવે, હાંરે લીધું કેવળજ્ઞાન વીર. ૮ કર્મ સુદન તપ ભાખીયું જિનરાજે, ત્રણલોકની ઠકુરાઈ છાજે, ફલપૂજા કહી શિવકાંજે, હાંરે ભવિને ઉપકાર વીર૦ ૯ શાતા અશાતા વેદની સચ કીધું આપે અક્ષય પદ લીધું, શુભવીરનું કારજ સિધ્યું, હાંરે ભાંગે સાદિ અનંત. વીર. ૧૦ વીર જિનેશ્વર સાહિબ મેરા, પાર ન લહું તેરા; મહેર કરી ટાલો મહારાજજી, જન્મ મરણના ફેરા. હો જિનાજી અબ હું શરણે આવ્યો.................૧ ગરભાવાસ તણા દુઃખ હોટાં, ઉંધે મસ્તકે રહિયો; મળ-મૂત્રમાં લપટાણો, એહવાં દુઃખ મેં સહિયો. ૨. નરક-નિગોદમાં ઉપન્યો ને ચવીચો, સૂક્ષ્મ બાદર થઈયો; વીંધાણો સૂઇને અગ્રભાગે, માન તિહાં કિહાં રહીયો. ૩ નરક તણી વેદના અતિ ઉલસી, સહી તે જીવે બહું પરમાધામીને વશ પડીયો, તે જાણો તમે સહું. ૪ તિર્યંચતાણા ભવ કીધા ઘણેરા, વિવેક નહીં લગાર; નિશિ દિનનો વ્યવહાર ન જાયો, કેમ ઉતરાય પાર? ૫ દેવતણી ગતિ પુણ્ય હું પામ્યો, વિષયારસમાં ભીનો; વ્રત પચ્ચકખાણ ઉદય નહિ આવ્યાં, તાન માન માંહે લીનો. ૬ મનુષ્યજન્મ ને ધર્મસામગ્રી, પામ્યો, છું બહું પુણ્ય; રાગ-દ્વેષ માંહે બહું ભળીયો ન ટળી મમતા બુદ્ધિ છે For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy