SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિકાલ ૩૧૫ | હું બાળક શરણાગત તેરો, મુજકો ક્યું વિસરાયો, તેરે વિહરસે હું દુઃખ પામું, કર મુજ આતમરાયો'. ૬ કરૂણાસાગર જીવજીવન પ્રભુ વીરજી, અનંત ગુણના ધારક પ્રાણ આધાર જો; મુજને મૂકી ભાવઅટવીમાં એકલો, આપ સિધાવ્યા મુક્તિપુરીમાં નાથ જો. ૧ સિદ્ધ બુદ્ધ અવિનાશી પદનો ભોગી છે, હું છું પામર મોહજાળમાં મગ્ન જો; નાથ નિહાળી આવ્યો શરણે નાથજી, તાર તાર હો તારક દેવ દયાળ જો. ૨ સમવસરણમાં બેસી અમીરસ વાણીથી, જ્યારે કરતા પ્રભુજી ભવિ ઉપકાર જો; તે વેળા હું ભાગ્ય વિહોણો કઈ ગતિ, જેથી ન પામ્યો ભવસાગરનો અંત જો. ૩ જ્ઞાન અનંત સુખ અનંતું તાહરૂં, સાયિક ભાવે વર્તે છે તુજ ગુણ જો; પણ હું પામી રમણ કરું પરભાવમાં, તો કેમ પામું સ્વરૂપ રમણનું સુખજો. ૪ સિદ્ધારથ કુલ ચરણ પ્રભુ મહાવીરજી, ત્રિશલા નંદન ત્રિજગવંદન નાથજો; મનમંદિરમાં આવો પ્યારા વીરજી, તુમ વિના આ સુનો છે દરબાર જો. ૫ અનેક જીવને તાર્યા છે કરૂણાનિધિ, તો શુ મુજને મૂકી જશો ભગવાન જો; મનોહર મુદ્રા જોવા મળશે તાહરી, ઉદયરત્ન કહે ધો દરિસણ પ્રભુ મુજ જો. ૬ વીરજિસંદ જગત ઉપગારી, મિથ્યાધામ નિવારીજી; દેશના અમૃતધારા વરસી, પરપરિણતિ સવિ વારીજી.વીર. ૧ પાંચમે આરે જેહનું શાસન, દોય હજાર ને ચારજી; યુગપ્રધાન સૂરીશ્વર વહેશે, સુવિહિત મુનિ આધારજી. વીર. ૨ ઉત્તમ આચારજ મુનિ અજ્જા, શ્રાવક શ્રાવિકા અચ્છજી લવણ જલધિમાંહિ મીઠું જલ, પીવે શૃંગી મચ્છજી. વીર. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy