SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહા કેવું ભાગ્ય જગ્ય, વીરના ચરણો મળ્યાં; રોગ શોક દારિદ્ર સઘળાં, જેહથી દૂરે ટળ્યાં. અહા. ૧ ફેરો ફર્યો છે દુર્ગતિનો, શુભગતિ તરફેણમાં; અલ્પકાળે મોક્ષ પામી, વિચારશું આનંદમાં. અહા૦ ૨ જેમના તપનો ન મહિમા, કરી શકે શકેશ ભી; તેમને હું સ્તવું શું બાલક, શક્તિનો જ્યાં લેશ નહિ. અહા૦ ૩ કામધેનુ કામકુંભ, ચિંતામણિ પ્રભુ તું મળ્યો; આજ મારે આંગણે, શ્રી વીર કલ્પતરૂ ફળ્યો. અહા. ૪ લબ્ધિના ભંડાર વ્હાલા, વીર વીર જપતાં થયાં; ગૌતમ શ્રી મોક્ષધામી, એ પ્રભુની ખરી દયા. અહા. ૫ જગપતિ તું તો દેવાધિદેવ ! દાસનો દાસ હું તાહરો; જગપતિ તારક તું કિરતાર, મનમોહન પ્રભુ ! માહરો. ૧ જગપતિ તાહરે ભક્ત અનેક, માહરે એક જ તું ધણી; જગપતિ વીરમાં તું મહાવીર, મૂરતિ તાહરી સોહામણી. ૨ જગપતિ ત્રિશલારાણીનો તું તન, ગંધાર બંદરે ગાજીઓ; જગપતિ સિદ્ધારથ કુલ શણગાર, રાજરાજેશ્વર સજિયો. ૩ જગપતિ ભક્તોની ભાંગે તુ ભીડ, પીડ પરાઈ પ્રભુ પારખે; જગપતિ તુહિ અગમ અપાર, સમજ્યો ન જાએ મુજ સારિખે. ૪ જગપતિ ખંભાત જંબુસર સંઘ, ભગવંત ચોવીસમો ભેટિઓ; જગપતિ ઉદય નમે કર જોડ, સત્તર નેવું સમે કીયો. ૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy