SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ +++++++++++ સફલ જન્મ દિન આજનો રે, પસરી મંગલમાળ; નેત્ર પવિત્ર નિરખી થયાં રે, ગાત્ર નમત ઉજમાળ જિણંદ૦ ૩ આજ મિથ્યામત તમ હણ્યો રે, પ્રગટ્યો અનુભવ સૂર; કર્મ કષાયબલ ક્ષય થયો રે, જબ તું ધ્યાનહજૂર. જિણંદ૦ ૪ તુમ આણા ગંગાજળ રે, નાહો ધરી ઉચ્છાહ; અશુચિ ઉપાધિ સવિ મિટ્યા રે, વિરમ્યો વિષયાદાહ. જિણંદ૦ ૫ જ્ઞાનક્રિયા ભેદ ભૂમિકા રે, કિરિયા સંગ સરૂપ; પ્રગટે ધર્મસંન્યાસથી રે, એ સવિ તુંહિ અનૂપ. જિણંદ૦ ૬ શ્રી અશ્વસેનનૃપ લાડિલો રે, વામાનંદન દેવ; નિર્વિકલ્પ તુમ સેવના રે, ધો મુજ એહવી ટેવ. જિણંદ૦ ૭ જ્ઞાનવિમલ ગુણથી લહાા રે, લોકાલોકપ્રકાશ; પ્રભુ મહિમાથી શાશ્વતો રે અનુભવ ઉદય વિલાસ. જિણંદ૦ ૮ શ્રી મહાવીર જિન સત્વનો ૪૦ ૧ (રાગ - સકલ સમતા સુરલતાનો) મહાવીર સ્વામી રે વિનંતી સાંભળો, હું છું દુઃખીયો અપાર રે; ભવોભવ ભટક્યો રે વેદના બહુ સહી, ચઉગતિમાં બહુ વાર. ૧ જન્મ મરણનું રે દુઃખ નિવારવા, આવ્યો આપ હજુર; સમ્યગ્દર્શન જો મુજને દીયો તો, લહુ સુખ ભરપુર. ૨ રખડી રઝળી હું અહીં આવીચો, સાચો જાણી તું એક; મુજ પાપીને રે પ્રભુજી તારજો, તાર્યા જેમ અનેક. ૩ ના નહીં કહેજો રે મુજને સાહિબા, હું છું પામર રાંક; આપ કૃપાળુ રે ખાસ દયા કરી, માફ કરજો મુજ વાંક. ૪ For Private And Personal Use Only +++++++++++++++++
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy