SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ********** Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંરે પ્રભુ કરૂણાસાગર દીનદયાળ કૃપાળ જો, મહેર ધરી મુજ ઉપર પ્રીત ધરી હીચે રે લો; હાંરે પ્રભુ નિજ બાલક પરે મુજ લેખવજો જિણંદ જો, પ્રીત સુરંગી અવિહડ મુજ શું નિવાહીએ રે લો. ૪ ૧ હાંરે પ્રભુ બાહ્ય ગ્રહ્યાની લાજ છે તુજને સ્વામી જો, ચરણ સેવા મુજને દેજો હેતે હસી રે લો; હાંરે પ્રભુ પંડિત પ્રેમવિજયનો કવિ એમ ભાણ જો, પભણે રે જિન મૂરતિ મુજ દિલમાં વસી રે લો. ૫ શ્રી નમિનાથ ભગવાનના સ્તવનો-૨ ***** ૨૬૫ (રાગ - વીરજિણંદ જગત ઉપકારી) શ્રી નમિનાથજી સાહિબ સાંભળો, તુમ ચરણાબુંજ લીનોજી, મુજ મન મધુકર અતિહે રૂઅડો, તુમ ગુણ વાસે ભીંનોજી. ૧ હરિહરાદિક ધતૂર ઉવેખીને, અબુઝ પ્રત્યય આણીજી, દુરમતિ વાસે તેહ સરયા છે, બહુ ઇમ અંતર જાણીજી. ૨ તે દેવ ઠંડી તુજને આશ્રયો,કરવા ભજન તુમારોજી, સ્નેહદશા નિજ દિલમાં આદરી, પ્રભુજી મજને તારોજી. ૩ ભવભવ તુમ પદકમલની સેવના, દેજો શ્રી જિનરાજાજી, એ મુજ વિનંતી ચિત્તમાં ધરજો, ગિરૂઆ ગરીબ નવાજોજી. ૪ તપગચ્છનંદન અમરદ્રુમ સમો, શ્રી વિજયપ્રભ સૂરિરાયજી, પ્રેમવિબુધ પય સેવક ઇણ પરે, ભાણ નમે તુમ પાયજી. ૫ પરમરૂપ નિરંજન, જનમન રંજણો,લલના, ભક્ત વચ્છલ ભગવંત, તું ભવ ભય ભંજણો; લ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy