SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરણી નક્ષત્રમાં જનમીયાજી, મેષ રાશિ પ્રમાણ; ગરૂડ નિવણી સેવા કરેજી, શાસનના રખવાળ. જિને. ૭ વિનચવિજયની વિનતીજી, સ્વીકારો વારંવાર; શરણું પ્રભુ તાહરૂં મને જી, આ ભવ પાર ઉતાર. જિને. ૮ તાર મુજ તાર મુજ તાર જિનરાજ ! તું આજ મેં તોહિ દેદાર પાયો; સકલસંપત્તિ મિલ્યો આજ શુભદિન વલ્યો, સુરમણિ આજ અણચિંત આયો. ૧ તાહરી આણ હું શેષ પરે શિર વહું, નિરવહું ભવભવે ચિત્ત શુદ્ધ ભમતાં ભવકાનને સુરતરૂની પરે, તું પ્રભુ ઓળખ્યો દેવ બુદ્ધ. ૨ અચિર સંસારમાં સાર તુજ સેવના, દેવના દેવ તુજ સેવ સારે; શત્રુ ને મિત્ર સમભાવે બેહુ ગણે, ભક્ત વત્સલ સદા બિરૂદ ધારે. ૩ તાહરા ચિત્તમાં દાસ બુદ્ધ સદા, હું વસુ એવી વાત દૂરે; પણ મુજ ચિત્તમાં તુહિ જો નિત્ય વસે, તો કિશું કીજિયે મોહ ચોરે. ૪ તું કૃપાકુંભ ગતરંભ ભગવંત તું, સકલ ભવિલોકને સિદ્ધિદાતા; ત્રાણ મુજ પ્રાણ મુજ શરણ આધાર તું, તું સખા માત ને તાત ભાતા. ૫ આતમરામ અભિરામ અભિધાન તુજ, સમરતાં દાસનાં દુરિત જાવે તુજ વદન ચંદ્રમા નિશદિન પેખતાં, નયન ચકોર આનંદ પાવે. ૬ શ્રી વિશ્વસેનકુલ કમલ દિનકર જિશ્યો, મન વસ્યો માત અચિરા મલ્હાયો; શાન્તિ જિનરાજ શિરતાજ દાતારમાં, અભયદાની શિરે જગ સવાયો. o લાજ જિનરાજ અબ દાસની તો શિરે, અવસરે મોહ શ્ય મોજ પાવે; પંડિત રાય કવિ ધીરવિમલ તણો,શિષ્ય ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે. ૮ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy