SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અચિરા કુખે જબ પ્રભુ આયા, તબ સવિ દુરિત ગમાણા; ઘરે ઘરે મંગલમાલા પ્રગટી, દુઃખ દોહગ કુમલાણા. ૯ સાહિબ ૨ મૃગ લંછન મનહરણી મૂર્તિ, સુરતી સુંદર દીસે; ચંદ્ર ચકોર તણી પરે નીરખી, તન મન હૈયું હીસે. o સાહિબ ૩ જેમ પારેવા પંખી ઉપરે, કીધી કરૂણા સ્વામી; તેમ જ સેવકને સંભારો, તો સાચો અંતર્યામી. ૦ સાહિબ ૪ વિશ્વસેન નૃપ નયણાનંદન, ચંદન શીતલ વાણી; શક્તિ તમારી જગજન તારક, જાણી વિબુધ વખાણી. . સાહિબ ૫ (રાગ - સ્વામી તુમે કાઇ કામણ કીધુ) સકલ સમીહિત સુરતરૂકંદા, શાંતિકરણ શ્રી શાંતિજિગંદા, સાહિબા જિનરાજ હમારા... મોહન મહારાજ હમારા... ત્રિકરણ શુદ્ધ ચરણ તુજ વલગ્યા, પલક માત્ર ન રહું હવે અળગા. ૧ વળગો તે અલગો કિમ જાશે, જંક્યો તુમ નવિ છંડાસે, પ્રભુ તુમે જોઈશું નેહ ન લાવો, વીતરાગ કહી સવિ સમજાવો. ૨ બીજા અવર કહો ઇમ સમજે, પણ છોરૂં દીધાથી રીઝે. બાલકના હઠથી નવિ ચાલે, જે માંગે તે માહિતર આલે. ૩ ભક્ત ખેંચી મનમાંહે આણ્યો, સહજ સ્વભાવે પણ મેં જાણ્યો, માહરે એક પ્રતિજ્ઞા સાચી, તુમ પદ સેવા એક જ જાચી. ૪ કબજે આવ્યાકેમ છૂટીછે, જે મુહ માંગે તેહિ જ દિજે, અભેદપણે જો મનમાં મલશો, કબજેથી પ્રભુ તમે નિકલશો. ૫ અક્ષય ભાવનિધિ તુમ પાસ, આપી દાસને પૂરો આશ, જ્ઞાનવિમલ સમકિત પ્રભુતાઈ દીધે સાહિબ આપ વડાઈ. ૬ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy