________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલો ભૂંડો પણ પોતાનો જાણી વળી,કરુણાની લહેર તે મનમાં આણી; અમને મનોગત વાંછિત દેજો, પ્રભુ હેત ધરીને સામુ જોજો. ૪ વારંવાર કહું શું તમને, સેવાફળ દેજો સ્વામી મુજને; પ્રેમ વિબુધના ભાણની પ્રભુજી, તુમ નામે દોલત ચઢતી વિભુજી. ૫
(૪)
વાસુપૂજ્ય જિન અંતરજામી, હું પ્રણમું શીરનામી રે; ત્રિકરણ ચોગે ધ્યાન તમારૂં, કરતાં ભાવભય વારૂં રે. ૧ ચોત્રીશ અતિશય શોભાકારી, તુમચી જાઉં બલિહારી રે; ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, સુરપતિ ગુણ વખાણે રે. ૨ દેશના દેતા તખ્ત બિરાજે, જલધરની પરે ગાજે રે; વાણી સુધારસ ગુણમણિ ખાણી, ભાવ ધરી સુણે પ્રાણી રે. ૩ દુવિધ ધર્મ દયાનિધિ ભાખે, હેતુ જુગતે પ્રકાશે રે; ભેદ રહિત પ્રભુ નીરખો મુજને, તો શોભા છે તુજને રે. ૪ મુદ્રા સુંદર દીપે તાહરી, મોહ્યા અમર નરનારી રે; સાહિબ સમતા રસનો દરિયો, માઈવ ગુણથી ભરીયો રે. ૫ સહજાનંદી સાહિબ સાચો, જેમ હોય હીરો જાચો રે; પરમાતમ પ્રભુ ધ્યાને ધ્યાવો, અક્ષય લીલા પાવો રે. ૬ રક્ત વરણ દીપે તનુ કાંતિ, જોતાં ટળે ભવ ભ્રાંતિ રે; ઉત્તમવિજય વિબુધનો શિશ, રત્નવિજય સુજગીશ રે. ૭
ધરશો ન દિલમાં રીશ પ્રભુજી, ધરશો ન દિલમાં રીશ; તું દાચક ને હું માગણ છું માંગણી તો માંગીશ;
હઠીલો થઇને હઠ માંડીશ. પ્રભુજી. ૧
For Private And Personal Use Only