SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરાગીશું રે કિમ મીલે, પણ મળવાનો એકાંત; વાચકચાશ કહે મુજ મિલ્યો, ભક્તિ કામણ તંત. શ્રી૫ (રાગ શાંતિજીનેશ્વર સાહિબા રે) શ્રી શ્રેયાંસ જિનવર સાંભળો, એક મોરી અરદાસ, ઇણ ભવે જગમાં કો દીઠો નહિ, તુમ સમ લીલ વિલાસ. ૧ તું નિરાગી રાગ ધરે નહિ, મુજ મન રાગ અભંગ, સંગ મળે જો બેહનો એકઠો, તો મન ઉપજે રંગ. ૨ સંદેશો પણ પરઠ સુણાવવા, ન મળે વચ્ચે દલાલ, અંતરજામી જઈ અળગા રહ્યા, મિલવાનો જંજાલ. ૩ કાલાવાલા નિત્ય પ્રભુ આગળે, કરતાં જાણશો આપ, જે પોતાનો કરીને થાપશો, મટશે સર્વ સંતાપ. ૪ વિમલ મને વરસીદાન દીજતા, પાંતી ન પડે ભાગ, તુજ દોલતથી હવે પામશું, મીઠી સુખની જાગ. ૫ ( શ્રી વાસુપૂજ્ય જિન સ્તવનો-પ સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું સાહિબા વાસુપુજ્ય જિગંદા, મોહના વાસુપૂજ્ય જિગંદા; અમે પણ તુમશું કામણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં ઘરશું. સા. ૧ મન ઘરમાં ધરીયા ઘરશોભા, દેખત નિત્ય રહેશો ચિર થોભા; મન વૈકુંઠ અકુંઠીત ભક્ત, યોગી ભાખે અનુભવ યુક્ત. સા. ૨ ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા તો પ્રભુ અમે નવનિધિ રિદ્ધિ પામ્યા. સા. ૩ સાત રાજ અલગા જઇ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા, અલગાને વલગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સા. ૪ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy