SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-સુણો શાંતિ નિણંદ સોભાગી) ત્રીજા સંભવજિનની સુખદાયી, પૂરવ પુણ્ય સેવા પામી. ક્ષણ ઉત્તમને પ્રસંગે લહતાં સુખ હોએ અંગે રે સાહિબા સોભાગી ! મુજ તુજ ચરણે લચ લાગી. ૧ તો તુમ જેવાની જે સેવા, તેનું શું કહીયે દેવા, ત્રિભુવન તારક તુજને મેં દીઠો, અમૃતથી લાગ્યો મીઠો. સા ૨ તુમ ચરણે મુજ મનડું બાંધ્યું, વળી ભક્તિ ગુણે કરી સાંધ્યું, હરિ હરાદિશું ચિત્ત ન રાખું, એક તુમ સેવામૃત ચાખું. સા. ૩ હેજ ધરીને સેવક સામું, જુઓ એ બગસીસ પામું, ઓળગડી એ સાહિબ માહરી, ચિત્ત ધર જગહિતકારી. સા. ૪ ઘણું ઘણું તમને શું કહીએ, સેવકને સંગે વહીએ, પંડિત પ્રેમવિજય સુપસાયા, ભાણવિજય નમે તુમ્હ પાયા. સા. ૫ શ્રી અભિનંદન જિન સ્તવનો - ૫ (રાગ-પરમાતમ પુરણ કલા) અભિનંદન અરિહંતજી, અવધારો હો સેવક અરદાસકે; દાસ જાણી મુજ દિજીએ, મનવંછિત હો સુખ લીલ વિલાસ કે અ૦ ૧ પૂરવ પુજે પામીચો, સુખ કારણ હો જગતારણ દેવકે; સેવક જાણી સાહીબા, હવે સફળી હો કીજે મુજ સેવ કે અ૦ ૨ સેવક જનની સેવના, પ્રભુ જાણો હો મન નાણો કેમ કે; બુઝો પણ રીઝો નહીં, એકાંગી હો કિમ હોયે પ્રેમ કે. અ૦ ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy